1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કોંગ્રેસની કિશાન રેલીને પોલીસે અટકાવતા ઘર્ષણ, JCB આડુ મુકી રસ્તો બંધ કરાયો
કોંગ્રેસની કિશાન રેલીને પોલીસે અટકાવતા ઘર્ષણ, JCB આડુ મુકી રસ્તો બંધ કરાયો

કોંગ્રેસની કિશાન રેલીને પોલીસે અટકાવતા ઘર્ષણ, JCB આડુ મુકી રસ્તો બંધ કરાયો

0
Social Share

અમદાવાદ, 15 જુન,2026 : Police stop Congress’ Kisan Rally, clashes, road blocked by JCB ગુજરાતના ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા માટે આજે કોંગ્રેસ અને કિસાન સંઘર્ષ સમિતિના સંયુક્ત ઉપક્રમે અમદાવાદના શાંતિપુરા સર્કલથી ગાંધીનગર સુધી યોજાયેલી  ‘ખેડૂત અધિકાર ટ્રેક્ટર યાત્રાને ઓગણજ ખાતે આવેલા શતાબ્દી મહોત્સવ મેદાનમાં અટકાવી દેવામાં આવી હતી. 1111 ટ્રેકટરો સાથે યોજાયેલી ખેડૂત રેલીમાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો પોતાના ટ્રેક્ટર સાથે જોડાયા હતા  શાંતિપુરા ચોકડીથી રેલી ઓગણજ ખાતે આવેલા શતાબ્દી મહોત્સવ મેદાનમાં પહોંચતા હોબાળો થયો હતો. કોંગ્રેસની ટેક્ટર રેલીને ગાંધીનગર સુધી જવાની મંજૂરી નહીં હોવાથી પોલીસે રેલીને અટકાવતા મામલો બિચક્યો હતો. એક સમયે ખેડૂતના ટ્રેક્ટર VS પોલીસનું JCB જેવી સ્થિતિ સર્જાઈ હતી. થોડા સમય માટે અમદાવાદ રિંગ રોડ રણમેદાનમાં પરિવર્તિત થઈ ગયો હતો. ખેડૂતોએ ટ્રેક્ટર લઈ ગાંધીનગર જવાની જીદ કરતા પોલીસ સાથે ઘર્ષણ કર્યું હતું.

 ગુજરાતમાં ખેડૂતોના અધિકારો માટે આજે કોંગ્રેસ અને કિશાન સંઘર્ષ સમિતિ દ્વારા 1111 ટ્રેક્ટર સાથે અમદાવાદના શાંતિપુરા ચોકડીથી ગાંધીનગર સુધી કિસાન અધિકાર યાત્રા યોજવામાં આવી હતી. આ રેલીમાં અંદાજે 20થી વધુ ખેડૂત સંગઠનો જોડાયા હતા. કોંગ્રેસે કાયદાઓને બાજુએ મૂકી ખેડૂતોની જમીન હડપ કરાઈ રહી હોવાનો દાવો કર્યો છે. આ પ્રકારની કુલ 5 માગણી સરકાર સમક્ષ કરવામાં આવી હતી. શાંતિપુરા ચોકડીથી ખેડૂતોની રેલી ઓગણજ ખાતે આવેલા શતાબ્દી મહોત્સવ મેદાનમાં પહોંચી હતી. જ્યાં ખેડૂત સભાનું આયોજન કરાયું છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસની ટ્રેક્ટર રેલીને ગાંધીનગર સુધી જવાની મંજૂરી અપાઈ નથી. ખેડૂતોની ટ્રેક્ટર રેલીમાં ટ્રેકટરોનું સ્ટિયરિંગ કોંગ્રેસના નેતાઓએ સંભ્ળ્યું હતું. રેલીમાં કોંગ્રસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા,સાંસદ ગનીબેન ઠાકોર, જિજ્ઞેશ મેવાણી, સહિત નેતાઓ જોડાયા હતા. આ ઉપરાંત કોંગ્રેસ સેવા દળના અધ્યક્ષ લાલજી દેસાઈ, પાલ આંબલિયા, જયેશ પટેલ, મહેશ રાજકોટીયા જોડાયા હતા. ખેડૂત ટ્રેક્ટર રેલીના કારણે એસપી રીંગ રોડ પર ભાડજ બ્રિજ ઉપર ટ્રાફિકજામ સર્જાયો હતો. કાળઝાળ ગરમી વચ્ચે મોટી સંખ્યામાં ખેડૂતો રેલીમાં જોડાયા હતા.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code