સુરેન્દ્રનગર, 17 નવેમ્બર, 2026 : 130 green marijuana plants found રાજકોટ ઝોનની એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF) દ્વારા બાતમીના આધારે ચોટિલા તાલુકાના રામપરા ચોબારી ગામની સીમમાં આવેલી એક વાડીમાં સર્ચ કરતા ગાંજાના 130 લીલા છોડ મળી આવ્યા હતા. એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ દ્વારા મૂળિયા સહિત ગાંજાના છોડ કબજે કરવામાં આવ્યા છે. જેનું કુલ વજન 118 કિલો અને અંદાજિત બજાર કિંમત રૂ. 59 લાખ આંકવામાં આવી છે.
રાજકોટ ઝોનની એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સની ટીમે ચોટિલા તાલુકાના રામપરા ચોબારી ગામની સીમમાં આવેલી એક વાડીમાં સર્ચ કરતા ગાંજાના 130 લીલા છોડ મળી આવ્યા હતા. એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ દ્વારા મૂળિયા સહિત ગાંજાના છોડ કબજે કરવામાં આવ્યા છે. જેનું કુલ વજન 118 કિલો અને અંદાજિત બજાર કિંમત રૂ. 59 લાખ આંકવામાં આવી છે. આ મામલે ચોટીલાના રામપરા ચોબારીના રહેવાસી વાડી માલિક આરોપી ભરત માવજીભાઈ બાવળીયા વિરુદ્ધ NDPS એક્ટની કલમ 8(બી), 8(સી), 20(એ)(1) અને 20(બી)(2)(સી) હેઠળ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કેસમાં રાજકોટ ઝોન એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સના પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. ચૌહાણ પોતે ફરિયાદી બન્યા છે, જ્યારે ગુનાની આગળની વધુ તપાસ સુરેન્દ્રનગર જિલ્લાના આણંદપુર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી છે.
ઝાલાવાડ પંથકમાં કેટલાક ખેડૂતો વધુ નફો મેળવવાની લાલચમાં આવી જઈને ગાંજાની ખેતી કરતા હોય છે. ગાંજાની ખેતી સામે એન્ટી નાર્કોટિસ વિભાગની સતત નજર રહેતી હોય છે. 10 મહિના પહેલાં પણ સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી SOGની ટીમે સતત 36 કલાક રેડ કરીને એક કે બે નહીં પણ 15 કરોડથી વધુની કિંમતના 3036 કિલો ગાંજો ઝડપી પાડ્યો હતો. એરંડા-કપાસના પાકની આડમાં વાવેતર કરાયેલા લીલા ગાંજાના છોડ તેમજ સૂકો ગાંજો જપ્ત કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત SOG શાખાએ સાયલા તાલુકાના કસવાળી ગામે દરોડો પાડ્યો હતો. આ દરોડામાં કસવાળીના સંજય તાવીયાની વાડીમાં તપાસ કરતા એરંડા અને કપાસના પાકની આડમાં ગેરકાયદેસર રીતે લીલા ગાંજાનું વાવેતર પકડાયુ હતુ.








