Homeગુજરાતીગુજરાતવડનગરમાં વિશ્વશાંતિ મહાયજ્ઞમાં જગદગુરૂ શંકરાચાર્યજીના સાનિધ્યમાં CMએ પૂજા-અર્ચના કરી

વડનગરમાં વિશ્વશાંતિ મહાયજ્ઞમાં જગદગુરૂ શંકરાચાર્યજીના સાનિધ્યમાં CMએ પૂજા-અર્ચના કરી

ગાંધીનગર, 17 નવેમ્બર, 2026 : Vishwashanti Mahayagna ઐતિહાસિક અને ધાર્મિક નગરી વડનગરની પવિત્ર ભૂમિ પર લોકકલ્યાણના હેતુથી આયોજિત ‘વિશ્વશાંતિ મહાયજ્ઞ’ના છઠ્ઠા દિવસે ગુજરાતના મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી હતી. શ્રીકાંચી કામકોટિ પીઠાધિપતિ જગદગુરુ પૂજ્ય શંકર વિજયેન્દ્ર સરસ્વતી શંકરાચાર્ય સ્વામીજીના મંગલ સાનિધ્યમાં યોજાઈ રહેલા આ અનુષ્ઠાનમાં મુખ્યમંત્રીએ સહભાગી થઈ યજ્ઞશાળાના દર્શન કર્યા હતા.  વેદમંત્રોના પાવન ઘોષથી ગુંજી રહેલા વાતાવરણમાં મુખ્યમંત્રીએ આધ્યાત્મિક ઊર્જાનો અનુભવ કરી રાજ્યની સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.

આધ્યાત્મિકતા અને જનસેવાના ઉમદા ઉદ્દેશ્ય સાથે યોજાયેલા આ મહાયજ્ઞ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જગદગુરુ શંકરાચાર્ય સ્વામીજી સાથે સૌજન્ય મુલાકાત કરી હતી. મુખ્યમંત્રીએ પૂજ્ય સ્વામીજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા અને જનસુખાકારીના સંકલ્પને દોહરાવ્યો હતો. શ્રદ્ધા અને ભક્તિસભર આ માહોલમાં મુખ્યમંત્રીએ યજ્ઞની પવિત્ર રુચાઓના ગાન વચ્ચે દિવ્યતાની અનુભૂતિ કરી હતી. આ અવસરે સ્વામીજીના હસ્તે મુખ્યમંત્રીએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો.

વડનગરની પવિત્ર ધરા પર આયોજિત આ ધાર્મિક મહોત્સવમાં મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે વડનગરના અધિષ્ઠાયક દેવ ભગવાન હાટકેશ્વર મહાદેવના મંદિરે શ્રદ્ધાપૂર્વક પૂજન-અર્ચન કર્યું હતું.

તેમણે મહાદેવના દર્શન કરી સમગ્ર ગુજરાતની જનતાની સુખાકારી, શાંતિ અને ઉત્તરોત્તર પ્રગતિ માટે મંગલ કામના કરી હતી. મુખ્યમંત્રીની આ આસ્થાપૂર્વકની ઉપસ્થિતિએ વડનગરના ઐતિહાસિક અને ધાર્મિક મહત્વને વધુ પ્રજ્વલિત કર્યું હતું.

વડનગર ખાતે ચાલી રહેલા આ વિશ્વશાંતિ મહાયજ્ઞમાં મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિએ ઉપસ્થિત ભક્તો અને ભાવિકોમાં અનેરો ઉત્સાહ જગાડ્યો હતો. મંત્રોચ્ચાર અને યજ્ઞની આહુતિઓથી પવિત્ર બનેલા આ સ્થળે મુખ્યમંત્રીએ આધ્યાત્મિક શક્તિના દર્શન કરી ગુજરાતના વિકાસ અને કલ્યાણ માટેના પોતાના સંકલ્પને બળ પૂરું પાડ્યું હતું.  આ પ્રસંગ આધ્યાત્મિક ચેતના અને શાસકીય કર્તવ્યના સંગમ સમાન બની રહ્યો હતો.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img