હિંમતનગર, 10 નવેમ્બર,2026 : Milk tanker overturns, people rush to fill milk containers અમદાવાદ – હિમતનગર નેશનલ હાઈવે-48 પર કાંકણોલ ગામ નજીક દૂધ ભરેલું ટેન્કર પલટી જતા ટેન્કરમાંથી દૂધની ધારાઓ વહી રહી હતી. દરમિયાન આજુબાજુના ગામ લોકોને જાણ થતાં જ ગ્રામજનો હાથમાં વાસણો લઈને દૂધ ભરવા માટે દોડી આવ્યા હતા. તેથી થોડીવાર માટે હાઈવે પર ટ્રાફિકજામ પણ સર્જાયો હતો,
આ બનાવની વિગત એવી છે કે, સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં આગિયોલ–કાંકણોલ ગામ વચ્ચે નેશનલ હાઈવે નંબર-48 પર હોટલ મિરર ક્યુબ નજીક દૂધ ભરેલા ટેન્કરના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટેન્કર હાઈવે પર પલટી ગયું હતું. ટેન્કર ગાંભોઈ નજીકનાં આસપાસનાં ગામોમાંથી દૂધ એકત્ર કરીને સાબરડેરી ખાતે જઈ રહ્યું હતું. ટેન્કરમાં અંદાજે 8 હજાર લીટર દૂધ ભરેલું હતું. દરમિયાન હોટલ મિરર ક્યુબ પાસે પહોંચતા જ દૂધ ભરેલા ટેન્કરે પલટી ખાધી હતી. આ અકસ્માતની જાણ થતાં આસપાસના લોકો દૂધ ભરવા માટે વાસણો લઈને ઉમટી પડ્યા હતા અને દૂધને વાસણોમાં ભરીને લઈ જતાં જોવા મળ્યા હતા. આ અકસ્માતમાં કોઈ જામહાની થઈ નથી.








