Homeગુજરાતીગુજરાતનવા વર્ષના પ્રથમ દિવસે ડાકોરના ઠાકોરજીના દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યાં

નવા વર્ષના પ્રથમ દિવસે ડાકોરના ઠાકોરજીના દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યાં

નડિયાદ, 10 નવેમ્બર,2026 : Devotees thronged Dakor to have darshan of Thakorji  નૂતન વર્ષના પ્રથમ દિવસે ડાકોરના ઠાકોરજીના દર્શન માટે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. વહેલી સવારે મંગળા આરતીમાં પણ ભાવિકોની ભીડ જોવા મળી હતી. ત્યારબાદ દિવસ દરમિયાન રણછોડરાયજીના દર્શન માટે ભાવિકોનો સતત ઘસારો જોવા મળ્યો હતો. મંદિર પરિસર ‘જય રણછોડ, માખણચોર’ના નાદથી ગુંજી ઉઠ્યું હતું અને સમગ્ર ડાકોર ધામ ભક્તિમય માહોલમાં લીન થઈ ગયું હતું. મંદિર ટ્રસ્ટ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ભક્તોને દર્શન કરવામાં કોઈ મુશ્કેલી ના પડે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને વ્યવસ્થિત લાઈનોની ખાસ સુવિધા ઊભી કરવામાં આવી હતી.

 સંવત 2083ના પ્રથમ દિવસે એટલે કે બેસતા વર્ષના દિવસે ભગવાન  રણછોડરાયજીના ચરણોમાં શીશ ઝુકાવીને નવા વર્ષના આશીર્વાદ મેળવવા માટે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. ભાવિકોએ મંગળા આરતી અને શણગાર આરતીના દર્શન કરી નવ વર્ષની મંગલ કામના કરી હતી. નૂતન વર્ષ નિમિત્તે રાજાધિરાજ રણછોડરાયજીને કિંમતી આભૂષણો અને વસ્ત્રોનો વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. ભગવાનના અલૌકિક અને દિવ્ય સ્વરૂપના દર્શન કરી ભાવિકોએ ધન્યતા અનુભવી હતી. મંદિર પરિસર ‘જય રણછોડ, માખણચોર’ના નાદથી ગુંજી ઉઠ્યું હતું અને સમગ્ર ડાકોર ધામ ભક્તિમય માહોલમાં લીન થઈ ગયું હતું

 નવા વર્ષના પ્રથમ દિવસે ભગવાનના વિશેષ દર્શનનું અનેરું મહત્વ હોવાથી વહેલી સવારે યોજાયેલી આરતીઓમાં ભાગ લેવા માટે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો દૂર-દૂરથી ડાકોર ખાતે આવી પહોંચ્યા હતા. મંદિરમાં યોજાયેલી પરંપરાગત મંગળા આરતી અને ત્યારબાદની ભવ્ય શણગાર આરતીના દિવ્ય દર્શનનો લાભ લેવા માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. શ્રદ્ધાળુઓએ કાળિયા ઠાકોરના મનમોહક સ્વરૂપના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને નવું વર્ષ સમગ્ર પરિવાર માટે સુખ,  શાંતિ અને સમૃદ્ધિ લાવનારું નીવડે તેવી મનોકામના કરી હતી.

નૂતન વર્ષના ખાસ અવસરે ભગવાન રણછોડરાયજીને વિશેષ અને કિંમતી અલંકારિક આભૂષણો તથા કિંમતી વસ્ત્રો ધારણ કરાવીને અદ્ભુત શણગાર સજાવવામાં આવ્યો હતો. આભૂષણોથી ઝળહળતા ઠાકોરજીના આ દિવ્ય અને અલૌકિક સ્વરૂપને નિહાળીને દર્શનાર્થીઓ ભાવવિભોર બની ગયા હતા. તહેવારના પગલે મંદિર ટ્રસ્ટ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ભક્તોને દર્શન કરવામાં કોઈ મુશ્કેલી ના પડે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને વ્યવસ્થિત લાઈનોની ખાસ સુવિધા ઊભી કરવામાં આવી હતી.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img