Homeગુજરાતીદેશ-વિદેશરાઈઝિંગ સ્ટાર્સ એશિયા કપ: ભારત-A ટીમમાંથી રજત પાટીદાર બહાર; આયુષ બદોનીની એન્ટ્રી

રાઈઝિંગ સ્ટાર્સ એશિયા કપ: ભારત-A ટીમમાંથી રજત પાટીદાર બહાર; આયુષ બદોનીની એન્ટ્રી

નવી દિલ્હી, 09 નવેમ્બર 2026: આગામી ‘રાઈઝિંગ સ્ટાર્સ એશિયા કપ 2026’ માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) દ્વારા ભારત-એ ટીમમાં મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે. ઈજાઓનો સામનો કરી રહેલા રહેલા અનુભવી બેટ્સમેન રજત પાટીદારે બીસીસીઆઈને જાણ કરી છે કે તે હાલ 50 ઓવરના ફોર્મેટમાં રમવા માટે ઉપલબ્ધ નથી. પોતાના ફિટનેસ અને રિકવરી પર ધ્યાન આપવા માટે તેમણે આ ફોર્મેટમાંથી થોડા સમય માટે વિરામ માંગ્યો છે, જેના પગલે તેમને ટીમમાંથી બહાર કરવામાં આવ્યા છે. તેમની જગ્યાએ યુવા ખેલાડી આયુષ બદોનીને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, ટીમમાં વધુ એક મોટો ફેરફાર કરતા વિસ્ફોટક બેટ્સમેન રિંકુ સિંહને ભારત-એ ટીમનો વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે, જ્યારે તિલક વર્મા ટીમની કપ્તાની સંભાળતા રહેશે.

રાઈઝિંગ સ્ટાર્સ એશિયા કપ માટે ભારત-એ ની ટીમમાં તિલક વર્મા (કેપ્ટન), રિંકુ સિંહ (વાઈસ કેપ્ટન), અભિષેક શર્મા, વૈભવ સૂર્યવંશી, પ્રભસિમરણ સિંહ, કુમાર કુશાગ્ર, સૂર્યાંશ શેડગે, શાહબાદ અહમદ, વિપ્રજ નિગમ, હર્ષ દુબે, તનુષ કોટિયન, હર્થિત રાણા, પ્રિન્સ યાદવ, અર્શદ ખાન, અને આયુષ બદોનીનો સમાવેશ થાય છે. ટુર્નામેન્ટમાં ભારત-એ ટીમ પોતાની સફર 20 નવેમ્બરથી શરૂ કરશે. પ્રથમ મેચ નેપાળ સામે, 22 નવેમ્બરના રોજ પાકિસ્તાન સામે અને 24મી નવેમ્બરના રોજ ભારતીય ટીમ યુએઈ સામે મેચ રમવા મેદાનમાં ઉતરશે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img