Homeગુજરાતીગુજરાતસ્વચ્છ સર્વેક્ષણ 2025-26 : ગુજરાતના 3 શહેરોનો સમાવેશ, મેન્ટર સિટીમાં અમદાવાદ પ્રથમક્રમે

સ્વચ્છ સર્વેક્ષણ 2025-26 : ગુજરાતના 3 શહેરોનો સમાવેશ, મેન્ટર સિટીમાં અમદાવાદ પ્રથમક્રમે

અમદાવાદ, 11 નવેમ્બર,2026 : Swachh Survekshan 2025-26: 3 cities of Gujarat included નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે  રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની ઉપસ્થિતિમાં ‘સ્વચ્છ સર્વેક્ષણ 2025’ એવોર્ડ વિતરણ સમારોહ યોજાયો હતો. ‘સુપર સ્વચ્છ લીગ’માં નવી મુંબઈએ પ્રથમ, સુરતે બીજું અને વિજયવાડાએ ત્રીજું સ્થાન તેમજ  અમદાવાદ ‘મેન્ટર સિટી’ શ્રેણીમાં પ્રથમ મેળવતા રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ એનાયત કરાયા હતા.  આ સર્વેક્ષણમાં દેશભરના 4751થી વધુ શહેરોનું મૂલ્યાંકન કરાયું હતું.

 દિલ્હીના વિજ્ઞાન ભવનમાં બુધવારે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુની ઉપસ્થિતિમાં સ્વચ્છ સર્વેક્ષણ એવોર્ડ 2025-26ની જાહેરાત કરવામાં આવી હતી. અલગ અલગ ત્રણ કેટેગરીમાં ગુજરાતના ત્રણ શહેરોએ બાજી મારી છે. સ્વચ્છ જોડી કેટેગરીમાં અમદાવાદ અને સાણંદે દેશમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું. જ્યારે સુપર સ્વચ્છ લીગમાં દેશમાં સુરત બીજા નંબરે રહ્યું. જ્યારે રાજ્યમાં સૌથી સ્વ્ચછ શહેરની કેટેગરીમાં વડોદરાએ બાજી મારી છે.

ગુજરાતના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ, રાજ્ય શહેરી વિકાસ મંત્રી દર્શનાબેન વાઘેલા અને મનપાના મેયર દ્વારા એવોર્ડનો સ્વીકાર કરવામાં આવ્યો હતો  સ્વચ્છતા સર્વેક્ષણ 2025-2026માં સ્વચ્છ શહેર જોડી કેટેગરીમાં અમદાવાદ અને સાણંદ શહેરને દેશના સૌથી સ્વચ્છ શહેરો તરીકે પ્રથમ સ્થાન મળ્યું છે. અમદાવાદ અને સાણંદ દ્વારા ભેગા મળી અને શહેરના સ્વચ્છ બનાવવા માટે કામગીરી કરી હતી સ્વચ્છતા સર્વેક્ષણના માપદંડોમાં બંને શહેર ખરા ઉતરતા સ્વચ્છ શહેર જોડીમાં પ્રથમ સ્થાન મળ્યું છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ગુજરાતના અન્ય શહેરો (જેમ કે સાણંદ, રાણાવાવ, વાંકાનેર, સલાયા અને મુંદ્રા બારોઈ) માટે ‘માર્ગદર્શક શહેર’ (મેન્ટર સિટી) તરીકેની ભૂમિકા ભજવી હતી. આ અંતર્ગત, તેમણે કચરાનું વર્ગીકરણ, વપરાયેલા પાણીનું વ્યવસ્થાપન અને સ્વચ્છતા કર્મચારીઓના કલ્યાણ જેવા વિષયો પર આ શહેરોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જે અંતર્ગત આજે અમદાવાદ અને સાણંદને સ્વચ્છ શહેરોની જોડીમાં દેશમાં પ્રથમ સ્થાન મળ્યું છે

છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન દેશમાં સ્વચ્છતા ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર સુરત શહેરને સુપર સ્વચ્છ લીગમાં બીજું સ્થાન પ્રાપ્ત થયું છે. નવી મુંબઈ પ્રથમ સ્થાન મેળવ્યું છે. ગુજરાતના સૌથી સ્વચ્છ શહેર તરીકે વડોદરાને એવોર્ડ મળ્યો હતો.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img