નવી દિલ્હી, 14 નવેમ્બર 2026: કોંગ્રેસના સિનિયર મહિલા નેતા સોનિયા ગાંધીએ પોતાના પુસ્તકમાં ગોધરા હત્યાકાંડને લઈને કરેલા દાવાને પગલે ખળભળાટ મચી ગયો છે. જો કે, સમગ્ર હત્યાકાંડની તપાસ કરનાર એસઆઈટીના પૂર્વ વડા રાકેશ અસ્થાનાએ સોનિયા ગાંધીના તમામ દાવાઓને ફગાવી દીધા છે. દરમિયાન મીડિયા સાથે વાત કરતા રાકેશ અસ્થાનાએ ગોધરા ખાતે સર્જાયેલા સાબરમતી એક્સપ્રેસ હત્યાકાંડને લઈને ચોંકાવનારા ખુલાસા કર્યાં છે. તેમજ સમગ્ર હત્યાકાંડમાં પાકિસ્તાન અને આતંકવાદી સંગઠન હિઝબુલ મુઝાહિદ્દીનના આતંકીઓને લઈને એસઆઈટીની તપાસમાં બહાર આવ્યું હતું. તેમજ રાકેશ અસ્થાનાએ તત્કાલિનિ રેલવે મંત્રી લાલુ પ્રસાદ યાદવ દ્વારા ગોધરા હત્યાકાંડને લઈને રચવામાં આવેલી બેનર્જી સમિતિને લઈને ચોંકાવનારો દાવો કર્યો હતો.
રાકેશ અસ્થાનાએ દાવો કર્યો હતો કે, જે તે સમયે મીડિયા સાથે જોડાયેલા એક મિત્રએ મને સાવધાન રહેવાની ચેતવણી આપી હતી. હોસ્ટેલના એક જુનો મિત્ર તે સમયે દિલ્હી સ્થિત મીડિયા હાઉસમાં ઉચ્ચ પોસ્ટ ઉપર હતો અને તેણે ફોન કરીને ચેતવણી આપી હતી કે, તેમણે ફસાવવામાં આવી શકે છે. કદાચ તેની લાલુ પ્રસાદ યાદવ સાથે વાત થઈ હશે. એટલે જ તેણે મને ફોન કરીને સાવધાન રહેવાની ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે, એવુ લાગે છે કે, બેનર્જી સમિતિના નામે તને ફસાવી દેશે. જો કે, રાકેશ અસ્થાનાએ લાલુ પ્રસાદ યાદવ દ્વારા રચવામાં આવેલી સમિતિને લઈને કોઈ ટિપ્પણી કરવાનો ઈન્કાર કર્યો છે.
-
ગોધરાના ગેસ્ટહાઉસમાં રચાયું હતું કાવતરું
રાકેશ અસ્થાનાએ જણાવ્યું હતું કે, પોતાની તપાસ દરમિયાન અમે અમન ગેસ્ટહાઉસના માલિક અબ્દુલ રઝાકની પૂછપૂરછ કરી હતી. ગેસ્ટ હાઉસના રજિસ્ટર્સ પણ ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. તેમજ ટેલીફોન રેકોર્ડ પણ તપાસમાં આવ્યાં હતા. ગેસ્ટ હાઉસ ઉપર પાકિસ્તાનથી અનેક ફોન આવ્યાં હતા. આ ઉપરાંત ઘટનાના કેટલાક દિવસ પહેલા જ આતંકવાદી સંગઠન હિઝબુલ મુઝાહિદ્દીના સભ્ય અહીં આવ્યાં હતા અને ગેસ્ટ હાઉસમાં રોકાણ કર્યું હતું. તેમના નામની નોંધ પણ કરવામાં આવી હતી. ગોધરામાં આવેલા જ અમન ગેસ્ટહાઉસમાં જ સાબરમતી ટ્રેનકાંડનું કાવતરુ ઘડવામાં આવ્યું હતું.
ગોધરા હત્યાકાંડનો ઉલ્લેખ કરતા અસ્થાનાએ જણાવ્યું હતું કે, ન્યાયમૂર્તિ નાનાવટી સમિતિએ ગોધરાની ઘટના અને તે બાદ રાજ્યમાં ફાટી નીકળેલા તોફાનોની તપાસ કરી હતી. સમિતિ દ્વારા વર્ષ 2008માં સરકારનો પોતાનો રિપોર્ટ આપ્યો હતો. નાણાવટી પંચની તપાસમાં ટ્રેનમાં જાણી જોઈને આગ લગાવવામાં આવી હોવાનું ખુલ્યું હતું. તેમજ સમગ્ર કાવતરુ ઘડવામાં આવ્યું હતું. સમિતિએ પોતાનો રિપોર્ટ સોંપતા પહેલા ફોરેન્સ તપાસના પરિણામ, એસઆઈટી અને પોલીસ તપાસનો પણ અભ્યાસ કર્યો હતો. નાણાવટી પંચની કાર્યવાહી દરમિયાન 44 હજાર એફિડેવીટ દાખલ કરાયા હતા અને એક હજારથી વધારે સાક્ષીઓના નિવેદન લેવાયાં હતા.
પૂર્વ ઉચ્ચ અધિકારી રાકેશ અસ્થાનાએ જણાવ્યું હતું કે, ગોધરા કાંડના એક પીડિતએ વર્ષ 2005 અને 2006માં બેનર્જી સમિતિના રિપોર્ટને ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો હતો. ગુજરાત હાઈકોર્ટે સમિતિને સમિતિને ગેરકાયદે ગમાવ્યું હતું. કોર્ટે કહ્યું હતું કે, ઘટનાની તપાસ માટે પહેલાથી જ તપાસ સમિતિની રચના કરવામાં આવી છે તો રેલવે મંત્રાલય દ્વારા આવી સમિતિની રચના કરી ના શકાય. ગોધરા હત્યાકાંડની તપાસ કરનાર નાણાવટી પંચે ગોધરા હત્યાકાંડને પૂર્વ નિયોજીત કૃત્ય ગણાવ્યું હતું.








