અમદાવાદ, 11 નવેમ્બર,2026 : BJP to hold Sneh Milan in all 182 assembly seats on November 22 ભાજપ દ્વારા તમામ શહેરો અને નગરોમાં નૂતન વર્ષ નિમિત્તેના સ્નેહ મિલન સંમેલનો દર વર્ષે યોજાતા હોય છે. ત્યારે આ વખતે તમામ 182 વિધાનસભા વિસ્તારોમાં આગામી તા.22મી નવેમ્બરના રોજ સ્નેહ મિલન યોજાશે, સ્નેહ મિલન સમારોહમાં વધુ લોકોને જોડવા સુચના આપવામાં આવી છે. તેમજ જિલ્લા તાલુકાના ભાજપના પદાધિકારીઓ, ધારાસભ્યોને પણ ખાસ ઉપસ્થિતિ રહેવા પ્રદેશ કમાન્ડ દ્વારા સુચના આપવામાં આવી છે.
પ્રદેશ ભાજપ કમાન્ડ દ્વારા રાજ્યના તમામ શહેરો-નગરોમાં તા. 22મી નવેમ્બરના રોજ એક સાથે જ સ્નેહ મિલન સમારોહ યોજાશે. આ સ્નેહમિલન સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ભાજપના પ્રદેશ પ્રમુખ વર્ચ્યુઅલી જોડાઈને કાર્યકરોને સંબોધન કરશે. નવા વર્ષના સ્નેહમિલનના માધ્યમથી કાર્યકરો સાથે સીધો સંવાદ સાધવાની સાથે સંગઠનની કામગીરીને વધુ વેગ આપવા અને આગામી રાજકીય પડકારો માટે કાર્યકરોને તૈયાર કરવાનો પ્રયાસ કરવામાં આવશે.ખાસ કરીને આગામી 2027 વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ આ આયોજનને સંગઠનાત્મક શક્તિપ્રદર્શન તરીકે પણ જોઈ રહ્યું છે. ચૂંટણીની તૈયારીઓ વચ્ચે પાયાના કાર્યકરોમાં ઉત્સાહ અને જોશ વધે, સંગઠનના તમામ સ્તરે સંકલન મજબૂત બને તેમજ સ્થાનિક સ્તરે પક્ષની સક્રિયતા વધે તેવા હેતુથી આ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે.
ભાપજ દ્વારા આ વખતે પ્રથમ વખત રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો પર એક જ દિવસે સ્નેહમિલન યોજાશે. એક જ દિવસે સમગ્ર રાજ્યમાં યોજાનારા આ કાર્યક્રમ થકી ભાજપ એકસાથે પોતાના સંગઠનની તાકાત અને કાર્યકરોની સક્રિયતા દર્શાવવાનો પ્રયાસ કરશે.








