અમદાવાદ, 07 નવેમ્બર,2026 : CBSE board exams for class 10 and 12 will begin from February 16th કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે (CBSE) દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ આગામી તા, 16મી ફેબ્રુઆરીથી થશે. પરીક્ષાનો પ્રારંભ સવારે 10,30 વાગ્યાથી થશે. પરીક્ષાની ડેટ શીટ પરીક્ષા શરૂ થવાના 101 દિવસ પહેલા જાહેર કરવામાં આવી છે. 6 નવેમ્બરના CBSE નોટિફિકેશન અનુસાર, ધોરણ 10ના વિદ્યાર્થીઓ 83 વિષયોની પરીક્ષા આપશે. જ્યારે ધોરણ 12ના વિદ્યાર્થીઓ 121 વિષયોની પરીક્ષા આપશે.
સીબીએસઈ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાનો કાર્યક્રમ ઘણી બાબતોને ધ્યાને રાખીને તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા સામાન્ય રીતે એક સાથે પસંદ કરાનારા વિષયોના પેપરો વચ્ચેનું અંતર, મુખ્ય પ્રવેશ પરીક્ષાઓનું શેડ્યૂલ અને દરેક પરીક્ષા કેન્દ્ર પર સામેલ થનારા પરીક્ષાર્થીઓની સંખ્યાને ધ્યાને લેવામાં આવી છે.
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ , 10 અને 12ની પરીક્ષા આગામી તા, 16 ફેબ્રુઆરી 2027થી શરૂ થશે. તમામ પેપર સવારે 10:30 વાગ્યાથી લેવામાં આવશે. આ વખતે ધોરણ 10માના વિદ્યાર્થીઓ માટે 83 વિષયોની પરીક્ષા લેવાશે. જ્યારે 12માના વિદ્યાર્થીઓની 121 વિષયોની માટે પરીક્ષા લેવાશે. બોર્ડ અનુસાર ડેટશીટ તૈયાર કરતી અલગ અલગ વિષય પસંદ કરનાર વિદ્યાર્થીઓની પરીક્ષાએ એક જ દિવસે ન આવે.તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. પરીક્ષા ટાણે બોર્ડ દ્વારા હેલ્પલાઈન પણ શરૂ કરવામાં આવશે.


