વડોદરા, 31 ઓક્ટોબર, 2026: અખંડ ભારતના શિલ્પી અને દેશના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જયંતી તથા ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ નિમિત્તે વડોદરાના ઐતિહાસિક નવલખી ગ્રાઉન્ડ ખાતે ભવ્ય ‘રન ફોર યુનિટી’ (એકતા દોડ) નું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરાના ઉત્સાહી યુવાધન સહિત મોટી સંખ્યામાં નાગરિકોએ આ એકતા દોડમાં જોડાઈને અદભુત રાષ્ટ્રભાવના અને જોમ દર્શાવ્યું હતું.
‘રાષ્ટ્રીય એકતા દિવસ’ નિમિત્તે વડોદરા ખાતે આયોજિત ‘રન ફોર યુનિટી’ને ફ્લેગ-ઓફ આપી પ્રસ્થાન કરાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ…
#RashtriyaEktaDiwas2026 @Info_Vadodara https://t.co/izH08A8se8
— Gujarat Information (@InfoGujarat) October 31, 2026
રાષ્ટ્રની એકતા અને અખંડિતતાને મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલી આ દોડે જન-જન સુધી ઉત્સાહ અને ફિટનેસનો સશક્ત સંદેશ પહોંચાડ્યો છે. આ વિશેષ અવસરે ઉપસ્થિત તમામ નાગરિકોએ દેશની એકતા, અખંડિતતા અને સુરક્ષા હંમેશાં જાળવી રાખવાના દ્રઢ સંકલ્પ સાથે ‘એકતા શપથ’ પણ ગ્રહણ કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન વડોદરાવાસીઓને સરદાર સાહેબના આદર્શો અને વિચારોને પોતાના જીવનમાં ઉતારીને દેશ તેમજ રાજ્યના વિકાસમાં સક્રિય યોગદાન આપવા આહ્વાન કરવામાં આવ્યું હતું. સાથે જ, સૌ નાગરિકોએ એકતાના મજબૂત તાંતણે બંધાઈને દેશને ‘વિકસિત ભારત’ બનાવવાની દિશામાં આગળ વધવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ નિમિત્તે એકતા અને નશામુક્તિ જાગૃતિના સંદેશ સાથે વડોદરા ખાતે આયોજિત ‘રન ફોર યુનિટી’ને ફ્લેગ-ઓફ દ્વારા પ્રસ્થાન કરાવ્યું હતું. મુખ્યમંત્રીએ સ્વયં ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ સંકલ્પનાને પ્રોત્સાહન આપતા ‘રન ફોર યુનિટી’ કાર્યક્રમમાં વિશાળ જનસમુહ સાથે જોડાઈને ઉપસ્થિત તમામ નાગરિકો અને યુવાનોમાં એકતા અને રાષ્ટ્રભાવનું જોમ વધાર્યું હતું.


