Homeગુજરાતીગુજરાતરાજકોટના આજી અને ન્યારી ડેમ-1માં નર્મદાના નીર પહોંચ્યા, ડેમ છલોછલ ભરી દેવાશે

રાજકોટના આજી અને ન્યારી ડેમ-1માં નર્મદાના નીર પહોંચ્યા, ડેમ છલોછલ ભરી દેવાશે

રાજકોટ, 07 નવેમ્બર, 2026 : Narmada water reaches Aaji and Nyari Dam-1 શહેરના જીવાદોરી સમાન આજી-1 અને ન્યારી-1 ડેમમાં શિયાળાના આગમન પહેલા જ તળિયા દેખાવા લાગતા મ્યુનિના સત્તાધિશોએ સૌની યોજના હેઠળ નર્મદાના નીરથી બન્ને ડેમો ભરવા રાજ્ય સરકારને રજુઆતો કરી હતી. દરમિયાન રાજ્ય સરકારે મંજુરી આપતા આજી-1 અને ન્યારી-1 ડેમમાં નર્મદાના નીર ઠાલવવાનો પ્રારંભ થયો છે. બન્ને ડેમ નર્મદાના નીરથી ભરાવવાને લીધે એકાંતરા પાણીની ભીતિ સેવતા રાજકોટવાસીઓની દિવાળી હાલ સુધરી ગઈ છે.

રાજકોટ શહેરને આજી-1 અને ન્યારી-1 ડેમમાંથી પાણી પુવઠો પુરો પાડવામાં આવી રહ્યો છે. ગત ચોમાસામાં અપુરતા વરસાદને લીધે બન્ને ડેમોમાં પુરતી જળારાશી એકઠી થઈ શકી ન હતી. એટલે શિયાળાના આગમન પહેલા જ શહેરમાં પાણીની સમસ્યા ઊભી થવાના એંધાણ વર્તાવા લાગ્યા હતા. આથી મ્યુનિના સત્તાધિશોએ સૌની યોજના હેઠળ શહેરના બન્ને ડેમો ભરી દેવા માટે સરકારને લેખિત રજુઆત કરી હતી. આથી સરકારે મંજુરી આપતા તા.1લી નવેમ્બરના રોજ સવારે 8 કલાકે સુરેન્દ્રનગરનાં ધોળીધજા પમ્પીંગ સ્ટેશનથી રાજકોટના આજી અને ન્યારી 1 ડેમ માટે પાઈપલાઈન મારફતે પાણી છોડવાની શરૂઆત કરી હતી. અંતે આજે બપોરે 1 કલાકે આજી અને ન્યારી-1 ડેમમાં સૌની યોજનાનું પાણી પહોંચી ગયુ હતું. અને ફરી એકવાર બન્ને ડેમો નર્મદા નીરથી ભરાવા લાગ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આજની સ્થિતિએ આજી-1 ડેમમાં 47 ટકા અને ન્યારી-1 ડેમમાં 37 ટકા જળ જથ્થો ઉપલબ્ધ છે. દરમ્યાન રાજકોટ સિંચાઈ વિભાગનાં ઈજનેરી સુત્રોના જણાવ્યા મુજબ શહેરના આજી અને ન્યારી-1 ડેમમાં પ્રથમ તબકકામાં તા.13 ડીસેમ્બર સુધીમાં કુલ 1270 એમસીએફટી નર્મદા નીર છોડવામાં આવશે. અત્રે પ્રથબ તબકકા દરમ્યાન બન્ને જળાશયોને 1000 ટકા ભરી દેવાનું આયોજન છે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img