Homeગુજરાતીગુજરાતસંવંત 2083ના નવા વર્ષ માટેના તારીખિયું, કલેન્ડર અને પંચાંગના ભાવમાં વધારો

સંવંત 2083ના નવા વર્ષ માટેના તારીખિયું, કલેન્ડર અને પંચાંગના ભાવમાં વધારો

અમદાવાદ, 8 નવેમ્બર, 2026 : Price increase for New Year’s calendars  પ્રકાશનું પર્વ ગણાતા દિવાળી અને નવા વર્ષના પર્વની ભારે ઉત્સાહ અને ધૂમધામથી ઉજવણી થઈ રહી છે. તહેવારોની મોસમ વચ્ચે બજારોમાં વિવિધ ચીજવસ્તુઓની સાથે નવા વર્ષના કેલેન્ડર (પંચાંગ)ની ખરીદીનો જબરદસ્ત માહોલ જોવા મળી રહ્યો છે. પણ આ વખતે સંવંત 2083ના નૂતન વર્ષ માટેના તારીખિયું, કેલેન્ડર અને પંચાગ સહિતના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.

સમગ્ર વર્ષ દરમિયાન તહેવારો, તિથિઓ, વાર-તહેવાર અને શુભ મુહૂર્તો જાણવા માટે લોકો તારીખિંયુ, કેલેન્ડર -ડટ્ટા અને પંચાંગની ખરીદી કરતા હોય છે. આ વખતે એના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને  ગ્રામ્ય વિસ્તારોમાં કેલેન્ડરની માંગ વિશેષ રહેતી હોય છે. બજારોમાં વિવિધ રંગો, આકર્ષક ડિઝાઇનો તેમજ ધાર્મિક ચિત્રો ધરાવતાં વિવિધ કદના કેલેન્ડરોની મોટા પાયે આવક થઈ છે. જોકે, આ વર્ષે મોંઘવારીનો માર કેલેન્ડર બજાર પર પણ સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે. કાચા માલ તરીકે વપરાતા કાગળના ભાવમાં થયેલો તોતિંગ વધારો તેમજ પ્રિન્ટિંગ ખર્ચમાં થયેલા ઉછાળાના પરિણામે કેલેન્ડરના ભાવો આસમાને પહોંચ્યા છે.

ગત વર્ષ સુધી જે સામાન્ય કેલેન્ડર ₹20 થી ₹30 માં ઉપલબ્ધ બનતું હતું, તેના ભાવ સીધા વધીને ₹50 સુધી પહોંચી ગયા છે. જ્યારે ₹50 વાળા પ્રીમિયમ અને મોટા કદના કેલેન્ડરના ભાવ સીધા ₹100 એ પહોંચી જતાં બમણો વધારો નોંધાયો છે.

ભાવવધારાના કારણે ગ્રાહકોના બજેટ પર સીધી અસર પડી છે, જેના લીધે કેટલાક વેપારીઓના જણાવ્યા અનુસાર અગાઉના વર્ષોની સરખામણીએ ખરીદીમાં થોડો ઘટાડો અને બજારમાં ગરાકી મંદ પડી હોવાની સ્થિતિ પણ જોવા મળી રહી છે. તેમ છતાં નવા વર્ષના સ્વાગત માટે લોકો પોતાની જરૂરિયાત મુજબ કેલેન્ડરની ખરીદી કરતા નજરે પડી રહ્યા છે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img