Homeગુજરાતીગુજરાતકંપનીના ડેપ્યુટી મેનેજરે મોબાઈલમાં APK ફાઈલ ખોલતા રૂપિયા 3.26 લાખ ઉપડી ગયા

કંપનીના ડેપ્યુટી મેનેજરે મોબાઈલમાં APK ફાઈલ ખોલતા રૂપિયા 3.26 લાખ ઉપડી ગયા

અમદાવાદ, 09, નવેમ્બર, 2026 : Rs 3.26 lakh stolen while opening APK file on mobile  સાબર માફિયાની જાળમાં ભણેલા-ગણેલા લોકો જ વધુ ફસાતા હોય છે. એક ખાનગી કંપનીમાં ડેપ્યુટી મેનેજર તરીકે ફરજ બજાવતા અને ચાંદખેડા વિસ્તારમાં રહેતા 41 વર્ષિય યુવાનના મોબાઈલ ફોનના વોટ્સએપ પર આરટીઓ ઈ-ચલણના નામનો મેમો આવ્યો હતો. તેથી યુવાને દંડ કેટલો છે તે જોવા માટે  મેમો ( જે મેમો નહીં પણ APK ફાઈલ હતી) ડાઉનલોડ કરતા જ મોબાઈલના એક્સેસ માયબર માફિયાના કન્ટ્રોલમાં જતા રહ્યા હતા. અને મોબાઈલ હેન્ગ થઈ ગયો હતો. ત્યારબાદ યુવાનના બેન્ક ખાતામાંથી 3.26 લાખ અન્ય ખાતામાં ટ્રાન્સફર થઈ ગયા હતા. આ મામલે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા સાયબર ક્રાઈમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગત એવી છે કે, શહેરના ચાંદખેડા વિસ્તારમાં રહેતા 41 વર્ષીય વ્યક્તિ ખાનગી કંપનીમાં ડેપ્યુટી જનરલ મેનેજર તરીકે ફરજ બજાવે છે. મેનેજરના ફોન પર અજાણ્યા શખસે થોડા દિવસ અગાઉ આરટીઓ ચલણની APK ફાઈલ મોકલી હતી. મેનેજરે આરટીઓનો મેમો જોવા માટે APK ફાઈલ ડાઉનલોડ કરી હતી. ફાઇલ ડાઉનલોડ કરતા મોબાઇલમાં કેટલીક એપ્લિકેશન જાતે અપડેટ થવા લાગી હતી. જેથી મેનેજરે તાત્કાલિક ફોન સ્વીચઓફ કરી દીધો હતો. થોડા સમય બાદ ફરી ફોન ચાલુ કરી દીધો હતો. મેનેજર સાંજે ખરીદી કરવા માટે જતા બેન્કમાંથી 100 રૂપિયા કપાયાનો મેસેજ આવ્યો હતો. જેથી મેનેજરે તપાસ કરતા બેંકમાંથી અજાણ્યા શખસે 3.26 લાખ ઉપાડી લીધા હતા. આ અંગે મેનેજરે બેંકમાં જાણ કરી હતી. જે બાદ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img