ઈસ્લામાબાદ, 5 નવેમ્બર 2026: પાકિસ્તાન અધિકૃત જમ્મુ-કાશ્મીર (PoK) માં પાકિસ્તાની સેના દ્વારા પોતાના જ નાગરિકો વિરુદ્ધ અત્યાચારની હદ વટાવી દેવામાં આવી છે. PoKના રાવલકોટ શહેરમાં પાકિસ્તાની સેનાએ નાગરિકોના ઘરોને નિશાન બનાવીને ડ્રોન હુમલા અને આડેધડ ગોળીબાર કર્યો છે. આ અત્યાચારના કારણે અત્યાર સુધીમાં 3 નિર્દોષ નાગરિકોના મોત થયા છે, જ્યારે 18 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, આ ગોળીબાર અને હુમલાની ઘટના રાવલકોટના ઉમર ફારુક ચોક વિસ્તારમાં બની છે. પાકિસ્તાની સૈનિકો આજ સવારે 5 વાગ્યાથી આ વિસ્તારમાં સતત ફાયરિંગ કરી રહ્યા છે. આ સૈન્ય કાર્યવાહીના કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો છે અને રાવલકોટ શહેર આ હુમલાથી સૌથી વધુ પ્રભાવિત થયું છે.
November 5, 2026 | Rawalakot, POJK
Pakistan forces have launched drone strikes in Rawalakot, Kashmir.
All mobile networks and internet services have been completely shut down.
The city is gripped by fear and chaos, with dozens killed and injured. https://t.co/RQjdfqCtlR
— برهان الدین | Burhan uddin (@burhan_uddin_0) November 5, 2026
પાકિસ્તાની સેના દ્વારા નાગરિક વસ્તી પર કરવામાં આવેલા આ ઘાતકી હુમલાની અનેક તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે, જેના કારણે પાકિસ્તાન સરકાર અને સેનાના આ અમાનવીય કૃત્ય સામે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાની સેના જાણીજોઈને નાગરિકોના ઘરો અને પ્રદર્શનકારીઓને નિશાન બનાવી રહી છે. આ પ્રથમ ઘટના નથી. જૂન 2026માં વિરોધ પ્રદર્શન શરુ થયા બાદ પાકિસ્તાન સેનાએ પીઓકેમાં 153 લોકોને મોતને ઘાટ ઉતાર્યાં છે.
November 5 | RAWALAKOT, KASHMIR
Umar Farooq Chowk, Rawalakot, POJK:
Pakistan forces have once again brutally targeted peaceful Kashmiri protesters with direct gunfire and drone strikes.
The attacks have left several innocent people dead and many others injured. https://t.co/yLYmi2saFZ
— برهان الدین | Burhan uddin (@burhan_uddin_0) November 5, 2026
રિપોર્ટ અનુસાર રાવલકોડમાં સરકારી મોબાઈલ સેવા અને ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે. સેનાની કાર્યવાહીને પગલે લોકોમાં ભય ફેલાયો છે. બીજી તરફ મોટી સંખ્યામાં લોકો રસ્તા ઉતરા આવ્યાં છે અને પોતાનો વિરોધ નોંધાવી રહ્યાં છે.
પીઓકેની જનતા લાંબા સમયથી પાકિસ્તાની સરકાર સામે આંદોલન કરી રહી છે. પ્રજા સસ્તી વિજળી અને રાશનની માંગણી નથી રહી હતી પરંતુ વિધાનસભામાં પ્રતિનિધિત્વ, સ્થાનિક સંશાધનો પર અધિકાર અને પ્રશાસનિક સ્વાયતત્તાની પણ માંગ કરી રહ્યાં છે.








