1. Home
  2. Tag "rajkot"

રાજકોટમાં ગુજરાતની પ્રથમ સ્કીન બેન્ક કાર્યરત,ત્વચાનું કરી શકાશે દાન

રાજકોટ : નાગરિકોને “ઉત્તમથી સર્વોત્તમ” આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં વિવિધ આરોગ્ય યોજનાઓનો પ્રભાવશાળી રીતે અમલ થઈ રહ્યો છે, સાથે-સાથે સરકારી હોસ્પિટલોમાં વિવિધ સારવાર-સુવિધાઓનો વિસ્તાર કરવામાં આવી રહ્યો છે. આ જ ઉપક્રમમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં શરૂ થઈ છે રાજ્યની પહેલી સરકારી સ્કીન બેન્ક. રાજકોટ સિવિલ હોસ્પિટલ […]

રાજકોટમાં મ્યુનિ. દ્વારા એક સપ્તાહમાં 377 રખડતા ઢોર ડબ્બે પૂરાયા, હવે દૈનિક ટાર્ગેટ અપાયો

રાજકોટઃ શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ ફરીવાર વધતા મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ઢોર પકડવાની ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. મ્યુનિ.ના પ્રાણી રંજાડ અંકુશ શાખાએ રખડતા ઢોરનો ત્રાસ દૂર કરવા માટે દરરોજ 40 ઢોર પકડવાનો લક્ષ્યાંક રાખ્યો હતો. જોકે આ લક્ષ્યાંક કરતા ગત સપ્તાહે વધારે રખડતા ઢોર પકડાયા હતા.  તા.13થી 20 દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાંથી 377 ઢોર પકડાયા હતા […]

રાજકોટમાં ધોધમાર કમોસમી વરસાદ,માવઠાને લીધે જગતનો તાત ચિંતિત

રાજકોટ: હવામાન વિભાગ દ્વારા રાજ્યભરમાં માવઠાની આગાહી કરવામાં આવી હતી ત્યારે આજે રાજકોટમાં ધોધમાર કમોસમી વરસાદ વરસી રહ્યો છે. રાજકોટના કાલાવડ રોડ,યાગ્નિક રોડ,મોરબી રોડ સહીતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરુ થતા ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. રાજકોટમાં સવારે તડકો હતો જયારે બપોર બાદ એકાએક વાતાવરણમાં પલટો જોવા […]

નહેરુ યુવા કેન્દ્ર સંગઠન અને ભારત સરકારના સંયુક્ત ઉપક્રમે SLTIET રાજકોટ ખાતે યુવા ઉત્સવ યોજાયો

રાજકોટ: આઝાદીના અમૃત મહોત્સવ ની પ્રમુખ થીમ સાથે G 20 સમિટના ભારતના યજમાન પદની ઉજવણીના ભાગરૂપે નહેરુ યુવા કેન્દ્ર સંગઠન અને ભારત સરકાર દ્વારા રાજકોટ ખાતે મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત, લાભુભાઈ ત્રિવેદી ઇન્સ્ટીટ્યુટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી (SLTIET)ના યજમાન પદે યુવા ઉત્સવ 2023 નું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે સ્વર્ણિમ સ્પોર્ટ્સ યુનિવર્સિટીના […]

અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ અને દાહોદની સ્માર્ટ સિટી મિશન અંતર્ગત પસંદગી

અમદાવાદઃ દેશમાં સ્માર્ટસિટી મિશન અંતર્ગત હેઠળ અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરાની સાથે દાહોદની પણ પસંદગી કરવામાં આવી છે. તેમજ આ માટે કરોડની ફાળવણી કરવામાં આવી છે. જેથી આ નગરોમાં વધુ સારી હેલ્થકેર સિસ્ટમ, ગવર્નેન્સ, ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ, સિક્યોરિટી સર્વિલેન્સ, સ્માર્ટ ઈન્ફ્રાસ્ટ્રકર્ચર, રોજગારની તકો જેવી સુવિધાઓ ઉમેરાશે. કેન્દ્ર સરકાર દ્વારા 2 હજાર 326 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. […]

રાજકોટમાં નર્મદાના પાણીથી ડેમ તો ભરી દેવાયા છતાં પાણીની સમસ્યા, વોર્ડ નં.11ના લોકોએ કર્યો વિરોધ

રાજકોટઃ શહેરના કેટલાક વિસ્તારોમાં ઉનાળાના પ્રારંભથી જ પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ છે. જો કે, આજી-1 અને 2 તેમજ ન્યારી જળાશયોમાં પાણીનો પુરતો જથ્થો છે. પરંતુ પાણી વિતરણ વ્યવસ્થામાં ખામીને કારણે ઘણાબધા વિસ્તારોમાં પુરા ફોર્સથી પાણી મળતું નથી. જ્યારે ઘણા વિસ્તારોમાં તો ટેન્કરથી પાણી મળી રહ્યું છે. જેમાં વોર્ડ-11 અને આજુબાજુની સોસાયટીના લોકોએ પીવાના પાણીના […]

રાજકોટ નજીક હીસાસર એરપોર્ટ પર ફલાઈટનું પ્રથમવાર સફળ લેન્ડિંગ, બે દિવસ ટ્રાયલ કરાશે

રાજકોટ:  શહેર નજીક અમદાવાદ તરફ જતાં હાઈવે પાસે હિરાસર એરપોર્ટનું કામ છેલ્લા બે-ત્રણ વર્ષથી ચાલી રહ્યું હતુ. જે એરપોર્ટ બનીને તૈયાર થઈ ગયું છે. રન વે તૈયાર થઈ ગયા બાદ દિલ્હીથી ડીજીસીએની સ્થળ વિઝિટ બાદ મંજુરી મળી જતાં હીરાસર એરપોર્ટ પરના રનવે પરથી ફ્લાઈટનું સફળ લેન્ડિંગ કરાયું છે. એરપોર્ટ ઓથોરિટી, જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ આ […]

રાજકોટમાં કૂતરા કરડવાના બનાવો વધતા સિવિલમાં દર્દીઓ માટે અલગ ક્લિનિક શરૂ કરાયું

રાજકોટઃ ગુજરાતના તમામ મહાનગરોમાં રખડતા કૂતરાનો ત્રાસ વધી રહ્યો છે. જેમાં રાજકોટમાં તો શેરી કૂતરા સ્વાગત માટે રાહ જોઈને બેઠા હોય છે. શહેરમાં કૂતરા કરડવાના (ડોગ બાઈટ)ના બનાવો વધતા જાય છે. રાજકોટમાં સત્તાવાર નોંધાયેલા કેસ જોઈએ તો ડિસેમ્બરમાં 330 લોકોને કૂતરા કરડ્યા હતા. જ્યારે જાન્યુઆરીમાં 357 લોકોને કૂતરા કરડ્યા હતા. તેમજ ગયા મહિને એટલે કે […]

રાજકોટમાં શેરીના કૂતરાઓએ રમી રહેલા બાળકને બચકાભર્યા, સ્થાનિકોએ દોડી આવી બાળકને બચાવ્યું

રાજકોટઃ શહેરની દરેક શેરીઓમાં રખડતા કૂતરાનો ત્રાસ હોય છે. રખડતા કૂતરા કરડતા હોવાની મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધિશોને ફરિયાદ કરવા છતાં કોઈ પગલાં લેવાતા નથી. ત્યારે શહેરના શાપર વેરાવળમાં રખડતા શ્વાનના આતંકની ઘટના સામે આવી છે. જ્યાં રસ્તા પર રમતા બાળકને રખડતા શ્વાને અનેક બટકા ભર્યા હતા. જો કે એ સમયે સ્થાનિકોએ દોડી આવીને મહામહેનતે બાળકને બચાવ્યુ હતું. […]

રાજકોટના હીરાસર ઈન્ટરનેશનલ ગ્રીન ફિલ્ડ એરપોર્ટ તૈયાર, મંજુરી મળતા ફ્લાઈટ્સ લેન્ડિંગ થશે

રાજકોટઃ  અમદાવાદ હાઇવે પર  હીરાસર નજીક નવનિર્મિત  ઇન્ટરનેશનલ ગ્રીનફિલ્ડ એરપોર્ટ પર ટૂંક સમયમાં પ્રથમ વખત ફલાઇટનું લેન્ડિગ થાય તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. જેમાં ડીજીસીઆઇનું કલીયરન્સ મળતાની સાથે જ નજીકના દિવસોમાં કેલિબ્રેશન ફલાઇટનું ટેસ્ટિંગ કરવામાં આવશે. હાલ એરપોર્ટનું  મોટાભાગનું કામ પૂર્ણ થઈ ગયું છે. હવે ડીજીસીઆઈની લીલી ઝંડીની રાહ જોવાય રહી છે. રાજકોટ-અમદાવાદ હાઈવે નજીક […]