1. Home
  2. Tag "rajkot"

રાજકોટના પ્રદ્યુમન પાર્ક ઝૂમાં બે બાળવાઘનો જન્મ થતાં સફેદ વાઘની સંખ્યા 10 પર પહોંચી

રાજકોટઃ શહેરના પાર્ક પ્રાણીસંગ્રહાલયમાં નર સફેદ વાઘ દિવાકર અને માદા વાઘણ ગાયત્રીના સંવનનથી ગર્ભાવસ્થાના 105 દિવસ બાદ બે સફેદ વાઘબાળનો જન્મ થયો છે. આમ સફેદ વાઘણ ગાયત્રી અત્યાર સુધીમાં 12 બચ્ચાઓને જન્મ આપી ચૂકી છે અને આ સાથે જ પ્રાણીસંગ્રહાલયમાં સફેદ વાઘની સંખ્યા વધીને 10 થઈ છે. જેમાં 3 નર, 5 માદા અને 2 બચ્ચાનો […]

રાજકોટમાં એક વર્ષમાં 46000થી વધુ નવા વાહનો વેચાયાં, RMCને 29 કરોડની આવક થઈ

રાજકોટઃ શહેરમાં વસતીમાં વધારા સાથે વાહનોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. શહેરમાં છેલ્લા એક વર્ષમાં 46000થી વધુ નવા વાહનોનું વેચાણ થયું હતું. જેના લીધે મ્યુનિ.કોર્પોરેશનને 29 કરોડથી વધુ આવક થઈ હતી. જ્યારે રાજકોટ આરટીઓ કચેરીમાં શહેર અને જિલ્લામાં નવા ખરીદાયેલા 1,11,578 વાહનોનું રજિસ્ટ્રેશન થતાં આરટીઓ કચેરીને 196 કરોડની આવક થઈ હતી. આમ રાજકોટ શહેર […]

રાજકોટમાં એસટી ડિવિઝન કચેરીની જર્જરિત હાલત, અવાર-નવાર સ્લેબમાંથી ગાબડાં પડે છે

રાજકોટઃ શહેરના ગોંડલ રોડ પર એસટી ડિવિઝન કચેરીનું બિલ્ડિંગ જર્જરીત હાલતમાં છે. સ્લેબમાંથી વારંવાર ગાબડાં પડી રહ્યા છે. જેથી એસટીના અધિકારીઓ સહિત 100 જેટલા કર્મચારીઓનો જીવ જોખમે કામ કરી રહ્યા છે. જો કે  ડિવિઝન કચેરીનું નવું બિલ્ડિંગનું કામ મોટાભાગનું પૂર્ણ થઈ ગયું છે. એકથી બે માહિનામાં બાકી કામ પણ પૂરું થઈ જશે. સૂત્રોના જણાવ્યા મુજબ […]

રાજકોટમાં એસટી વિભાગે હોળી-ધૂળેટીમાં એક્સ્ટ્રા બસ દોડાવીને 40 લાખની વધુ આવક મેળવી

રાજકોટઃ હોળી અને ધૂળેટીના પર્વમાં પ્રવાસી ટ્રાફિકના ધસારાને પહોંચી વળવા માટે રાજકોટ એસટી ડિવિઝન દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી. જેમાં એક્સ્ટ્રા 358 બસો દોડાવવામાં આવી હતી. જેમાં 16 હજાર મુસાફરોએ દોઢું ભાડું ચૂકવી મુસાફરી કરી હતી. જેના થકી રાજકોટ એસટી વિભાગને રૂ. 40 લાખની વધુ આવક થઈ હતી. જેમાં રાજકોટ એસટી ડેપોની સૌથી વધુ […]

રાજકોટમાં સ્વાઈન ફ્લુના કેસમાં થયો વધારો, છેલ્લા બે મહિનામાં 150થી વધુ કેસ નોંધાયા

રાજકોટઃ શહેરમાં સ્વાઈન ફ્લુના કેસમાં વધારો થઈ રહ્યો છે. સામાન્યરીતે શિયાળાની ઠંડી ઋતુમાં સ્વાઈન ફ્લુના વધુ કેસ નોંધાતા હોય છે. પરંતુ ઉનાળાની ગરમીની સીઝનમાં પણ સ્વાઈન ફ્લુના કેસ નોંધાઈ રહ્યા છે. છેલ્લા બે મહિનાથી શહેરમાં સ્વાઈન ફ્લૂનાં 150થી વધુ કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગે સ્વાઇન ફ્લૂને એક સામાન્ય ફ્લૂની શ્રેણીમાં મૂક્યો હોવાથી તેના સત્તાવાર આંકડાઓ […]

રાજકોટમાં કેમિકલની ફેકટરીમાં લાગી ભીષણ આગ, સદનસીબે કોઈ જાનહાની નહીં

રાજકોટઃ શહેરના સ્વાતિ પાર્ક વિસ્તારમાં  આવેલી એક કેમિકલની ફેકટરીમાં ભીષણ આગ ફાટી નિકળી હતી. આગ લાગતા ફેકટરીમાં કામ કરતા કામમદારોમાં નાસભાગ મચી ગઈ હતી દરમિયાન આગની જાણ કરતા ફાયર બ્રિગેડનો કાફલો દોડી ગયો હતો. આગ એટલી ભયાનક હતી કે,  દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળતા સ્થાનિક લોકો પણ ફેકટરીની બહાર એકઠા થઈ ગયા હતા., […]

રાજકોટ શહેરમાં બાળકોમાં ગાળપચોળિયાનો વાવર, પ્રતિદિન નોંધાતા 300 કેસ, વેક્સિન માટે અપીલ

રાજકોટઃ શહેરમાં છેલ્લા બે મહિનાથી ગાલપચોળિયાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. દવાખાનામાં પ્રતિદિન 300 જેટલા કેસ નોંધાય રહ્યા છે. સામાન્ય રીતે જ્યારે સીઝન બદલાય ત્યારે વાઇરલ ઇન્‍ફેક્શનને કારણે આવા કેસો બનતા હોય છે, પરંતુ તેની સંખ્‍યા પ્રમાણમાં મર્યાદિત હોય છે. જોકે એકસાથે આટલી મોટી સંખ્‍યામાં ગાલપચોળિયાના કેસો નોંધાતા હવે બાળકોને વેક્સિનેશન એકમાત્ર ઉપાય હોવાથી […]

રાજકોટમાં મોટામૌવા વિસ્તારમાં પાણીની સમસ્યા સામે મહિલાઓએ કર્યો ચક્કાજામ

રાજકોટઃ સૌની યોજના હેઠળ નર્મદાનું પાણી આજી સહિતના ડેમોમાં સમયાંતરે ઠાલવવામાં આવતું હોવાથી રાજકોટ શહેરની પાણીની સમસ્યા ભૂતકાળ બની ગઈ છે, પરંતુ વહિવટી તંત્રની લાપરવાહીને કારણે શહેરમાં કેટલાક વિસ્તારોમાં પાણીની વિકટ સમસ્યા જોવા મળી રહી છે. ત્રણેક વર્ષ પહેલાં શહેરમાં ભળેલા છેવાડાના વિસ્તારમાં લોકોને પાણી માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે શહેરના […]

રાજકોટમાં RTO ટ્રેક બે દિવસથી બંધ, લાયસન્સ માટે આવેલા 800 અરજદારો મુશ્કેલીમાં મુકાયા

રાજકોટઃ શહેરની આરટીઓ કચેરીમાં ડ્રાઈવિંગ ટેસ્ટ માટેનો ટ્રેક છેલ્લા બે દિવસથી બંધ હોવાથી લાયસન્સ માટે આવતા અરજદારો મુશ્કેલીમાં મુકાયા છે. આરટીઓમાં રોજ 400 જેટલા અરજદારો ડ્રાઈવિંગ લાયસન્સ મેળવવા માટે આવતા હોય છે. એટલે બે દિવસથી ડ્રાઈવિંગ ટેસ્ટ માટેનો ટ્રેક બંધ પડતા 800 જેટલા અરજદારોને પરત ફરવાની ફરજ પડી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ RTOના ટ્રેકના […]

રાજકોટમાં ભાજપે બે મહિલા કોર્પોરેટરને ગેરરીતિના મુદ્દે પક્ષમાં સસ્પેન્ડ કર્યા, પણ કોર્પોરેટરપદે યથાવત

રાજકોટઃ શહેરના ગોકુલનગર આવાસ યોજનામાં મકાનોની ફાળવણીના ડ્રોમાં થયેલી ગેરરીતિમાં ભાજપના બે મહિલા કોર્પોરેટરોની સંડોવણી પ્રકાશમાં આવતા ભાજપએ વોર્ડ નં. 5નાં કોર્પોરેટર વજીબેન ગોલતર અને વોર્ડ નં. 6નાં કોર્પોરેટર દેવુબેન જાદવને પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે. જો કે બન્ને કોર્પોરેટરની સેવા અપક્ષ તરીકેની ચાલુ રહેશે. આરએમસીના સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ શહેરમાં  વોર્ડ નં. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code