1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજકોટમાં મ્યુનિની ચૂંટણી માટે EVMની ચકાસણી કરીને સ્ટ્રોંગરૂમમાં મુકાયા
રાજકોટમાં મ્યુનિની ચૂંટણી માટે  EVMની ચકાસણી કરીને સ્ટ્રોંગરૂમમાં મુકાયા

રાજકોટમાં મ્યુનિની ચૂંટણી માટે EVMની ચકાસણી કરીને સ્ટ્રોંગરૂમમાં મુકાયા

0
Social Share

રાજકોટ, 21 એપ્રિલ 2026: EVMs for municipal elections checked શહેરમાં મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણીના હવે ચાર દિવસ બાકી રહ્યા છે, ત્યારે વહીવટી તંત્ર દ્વારા ઈવીએમની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં શહેરના આનંદનગર વિસ્તારમાં આવેલા આરએમસીના કોમ્યુનિટી હોલમાં વોર્ડ નંબર 16, 17 અને 18ના 210 EVM તપાસવામાં આવ્યા હતા. જે દરમિયાન ઇવીએમમાં બેટરી, કંટ્રોલ યુનિટ અને બેલેટ યુનિટ યોગ્ય રીતે કામ કરે છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવી હતી.

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે વહિવટી તંત્રએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. શહેર પશ્ચિમના મામલતદાર નિતેશ પંડ્યાએ જણાવ્યું હતું કે, શહેરના આનંદનગર ખાતે આવેલા રણછોડદાસ કોમ્યુનિટી હોલ ખાતે ઈવીએમનું ચેકિંગ કરાયા બાદ તેને સ્ટ્રોંગ રૂમમાં સીલ કરવામાં આવ્યા છે. અહીં 3 ઝોન માટે 210 EVMનું ચેકિંગ કરવામાં આવ્યુ હતુ. આ કામગીરીમાં 30 કર્મચારીઓ જોડાયા હતા.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઇવીએમમાં બેટરી યોગ્ય રીતે ચાલે છે કે કેમ, કંટ્રોલ યુનિટ અને બેલેટ યુનિટ યોગ્ય રીતે કામ કરે છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવી છે. જોકે હજુ સુધી એક પણ ઇવીએમમાં ખામી જોવા મળી નથી. આજે અહીં વોર્ડ નંબર 16,17 અને 18ના EVMની ચકાસણી થઈ રહી છે. જેમાં કોર્પોરેટર તરીકે ચૂંટણી લડતા ઉમેદવારોના સ્ટિકર યોગ્ય રીતે ચોટાડેલા છે કે નહીં તે પણ ચકાસવામાં આવી રહ્યું છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code