1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભાવનગરમાં ડેપ્યુટી ફાયર અધિકારી રૂપિયા બે લાખની લાંચ લેતા પકડાયા
ભાવનગરમાં ડેપ્યુટી ફાયર અધિકારી રૂપિયા બે લાખની લાંચ લેતા પકડાયા

ભાવનગરમાં ડેપ્યુટી ફાયર અધિકારી રૂપિયા બે લાખની લાંચ લેતા પકડાયા

0
Social Share

ભાવનગર, 21 એપ્રિલ 2026: Deputy fire officer caught taking bribe of Rs 2 lakh  શહેરમાં એસીબીની ટીમે છટકું ગોઠવીને ફાયર બ્રિગેડના ડેપ્યુટી ફાયર ઓફિસર અને વચેટિયાને રૂપિયા 2 લાખની લાંચે લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. ફરિયાદી કોન્ટ્રાક્ટરે સરકારી શાળાઓમાં ફીટ કરેલા ફાયર સેફ્ટીના સાધનોનું એનઓસી મેળવવા બદલ ઓનલાઈન અરજી કરી હતી. જે આપવાના બદલામાં રૂપિયા પાંચ લાખની માગણી કરાતા એસીબીમાં ફરિયાદ કરવામાં આવી છે. આણંદ એસીબીની ટીમે છટકું ગોઠવી ભાવનગરના ડેપ્યુટી ફાયર ઓફિસર અને વચેટિયાને રૂપિયા બે લાખની લાંચે લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા હતા.

આ બનાવની વિગત એવી છે કે, ભાવનગર જિલ્લામાં આવેલી અલગ અલગ સરકારી શાળાઓનાં બિલ્ડીંગોમા ફાયર સેફ્ટીને લગતાં સાધનો ઈન્સ્ટોલમેન્ટ કરવા માટે પેટા કોન્ટ્રાક્ટ ધરાવતા એક કોન્ટ્રાક્ટરે જિલ્લાની 79 શાળાઓમાં ફાયર સેફ્ટીના સાધનો ફીટ કરી ઇન્સ્ટોલમેન્ટ કામ પૂર્ણ કરી ફાયરબ્રિગેડ વિભાગમાં ડેપ્યુટી રીઝનલ ફાયર ઓફિસર પાસેથી સેફ્ટી પ્લાન એપ્રુવલ તથા ફાયર સેફ્ટી સર્ટીફીકેટ એપ્રુવલ મેળવવા ઓનલાઇન અરજી કરી હતી. જેમાં મંજૂર થયેલી અરજીઓ તથા મંજૂરી માટે બાકી અરજીઓના વ્યવહાર માટે ફાયરબ્રિગેડના ડેપ્યુટી રીઝનલ ઓફિસર ક્લાસ -2 મહેશ અમૃતલાલ પટેલએ અરજદાર પાસે રૂપિયા પાંચ લાખની લાંચ માંગી હતી. ફરિયાદીએ લાંચ પેટે પ્રથમ રૂપિયા 50 હજાર ડેપ્યુટી ઓફિસર મહેશના મળતીયા પ્રકાશ ગિરીશ ચૌહાણને આપ્યા હતા. ત્યારબાદ અરજદાર આપવા માંગતા ન હોય એસીબીને ફરિયાદ કરી હતી. અને અરજદારે ફાયર અધિકારી મહેશને જાણ કરી લાંચ પેટે આપવાના 4.50 લાખ પૈકી 2 લાખની વ્યવસ્થા થઈ હોવાનું જણાવી આ લાંચ માટે સ્થળ આવવા જણાવ્યું હતું. આ કેસમાં આણંદ એસીબીની ટીમ ને જાણ કરી સરટી હોસ્પિટલના ગેટ નંબર 2 પાસે છટકું ગોઠવ્યું હતું. દરમિયાન વચેટિયો પ્રકાશ ચૌહાણને રૂપિયા 2 લાખની લાંચ લેવા આવતા આણંદ એસીબીની ટીમે રંગેહાથ ઝડપી લીધો હતો અને મહેશને તેની ઓફિસથી ઝડપી પાડ્યો હતો. આ ઘટનાને પગલે લાંચીયા અધિકારીઓમાં ફફડાટ ફેલાયો હતો.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code