1. Home
  2. Tag "Bhavnagar"

ભાવનગરના મહુવા તાલુકામાં નાના-મોટા 4 બંધારાને કારણે 30 હજાર વીઘા જમીને મળતો સિંચાઈનો લાભ

ભાવનગરઃ  જિલ્લાના મહુવા તાલુકામાં  બે મોટા અને બે નાના બંધારા બનાવવામાં આવ્યાં હતા . જેના કારણે ખેતીની દિશા જ બદલાઇ ગઇ છે.  લોકોના પરિશ્રમથી બનાવેલા નાના-મોટા ચાર બંધારાને કારણે હવે સિંચાઈ માટેના પાણીની સમસ્યા ભૂતકાળ બની ગઈ છે. સૂત્રોના જણાવ્યા મુજબ મહુવા તાલુકામાં  બે મોટા અને બે નાના એમ કુલ ચાર બંધારા પૂર્વ ધારાસભ્ય ડો. […]

ભાવનગર શહેરમાં જાહેર રસ્તાઓ પર અડીંગો જમાવીને બેસતા રખડતા ઢોર, વાહનચાલકો પરેશાન

ભાવનગરઃ શહેરના જાહેર રસ્તાઓ પર રખડતા ઢોરનો ત્રાસ ફરીવાર શરૂ થયો છે. રખડતા ઢોર મુખ્ય રસ્તાઓની બજારોમાં અડિંગો જમાવીને બેસી રહેતા હોવાથી વાહનચાલકોને પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ગત જાન્યુઆરી માસથી દબાણ હટાવ, પ્લાસ્ટિક ડ્રાઈવ અને રસ્તા પર રખડતા ઢોરને પકડવાની ઝુંબેશ હાથ ધરી છે. પરંતુ કોર્પોરેશનની એક સાંધે ત્યાં તેર તૂટે […]

ભાવનગરમાં એચ3એન2નો કેસ સામે આવતા આરોગ્ય વિભાગ આવ્યું હરકતમાં

અમદાવાદઃ ભારતમાંથી કોરોના સંપૂર્ણ રીતે નાબુદ થયો નથી ત્યારે હવે એચ-3એન-2 વાયરસના કેસ વધી રહ્યાં છે. ગુજરાતના વડોદરામાં ઈન્ફ્લુએન્ઝા વાયરસ H3N2થી મહિલાનું મોતની ઘટના બાદ વધુ એક કેસ સામે આવ્યો છે. ભાવનગરમાં H3N2નો કેસ સામે આવતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. ભારતમાં સતત ઈન્ફ્લુએન્ઝા વાયરસ H3N2ના કેસ વધી રહ્યા છે. શરદી, ખાંસી અને તાવના કેસમાં […]

ભાવનગરમાં દબાણ હટાવ ઝૂંબેશ, રીંગરોડ પર લારી-ગલ્લા સહિત કરાયેલા દબાણો દુર કરાયા

ભાવનગરઃ શહેરમાં છેલ્લા ઘણા સમયથી રોડ-રસ્તાઓ પરના દબાણો દુર કરવાની મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ઝૂંબેશ ચાલી રહી છે. શહેરના સિટી વિસ્તારમાં દબાણો હટાવ્યા બાદ હવે રિંગ રોડ પરના દબાણો હટાવવાની ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં શહેરના મંત્રેશ કોમ્પ્લેક્સથી ટોપથ્રી સર્કલ, રીંગ રોડ પર હોટલો અને રેસ્ટોરન્ટધારકો દ્વારા કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણો મ્યુનિ.ના દબાણ હટાવો સેલે તોડી […]

ભાવનગરમાં ઉનાળાના આરંભ સાથે પાણીનો પોકાર, 6 ડેમના તળિયા દેખાયાં

અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળાના આરંભ સાથે જ અનેક જગ્યાએ પીવાની પાણીની સમસ્યા ઉભી થઈ છે. ભાવનગર જિલ્લામાં આવેલા મોટાભાગના જળાશયોના તળિયા દેખાઈ રહ્યાં છે. ભાવનગરમાં આવેલા 13 ડેમ પૈકી 6 ડેમ ખાલી થઈ ગયાં છે. જેથી ભાવનગરની જનતા માટે ઉનાળો વધારે આકરો રહેવાની શકયતા છે. બીજી તરફ સિંચાઈ માટે પાણી નહીં મળવાનો ભય ખેડૂતોમાં સતાવી રહ્યો […]

ભાવનગરના ઘોઘામાં લાખોના ખર્ચે બનેલો કોમ્યુનિટી હોલ લોકાર્પણ પહેલા જ ખંડેર બની ગયો,

ભાવનગરઃ  જિલ્લાના ઘોઘા તાલુકામાં આવેલા કોમ્યુનિટી હોલની બંદતર હાલત જોવા મળી છે, ગ્રામ્ય વિસ્તારોના સુખાકારી માટે કોમ્યુનિટી હોલનું સરકાર દ્વારા નિર્માણ કરવામાં આવ્યું હતું. પરંતુ આજદિન સુધી લોકાર્પણ કરવામાં આવ્યું નથી જેના કારણે હોલની હાલત ખંડેર બનતા લાખો રૂપિયા પાણીમાં વેડફાઇ ગયા છે. કોમ્યુનિટી હોલ લોકાર્પણ પહેલા જ ખંડેર બની ગયો છે. સૂત્રોના જણાવ્યા મુજબ […]

ભાવનગરમાં 3600 સરકારી મિલ્કતોનો 89 કરોડનો વેરો બાકી, છતાં BMC નોટિસ આપીને સંતોષ માને છે

ભાવનગરઃ શહેરમાં ઘણાબધા પ્રોપર્ટીધારકોનો વેરો બાકી હોવાથી મ્યુનિ.કોર્પોરેશન દ્વારા વેરા ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. જ્યારે શહેરમાં 3600 જેટલી સરકારી મિલ્કતોનો વેરો 89 કરોડ જેટલો બાકી હોવા છતાં મ્યુનિ.ના સત્તાધિશો માત્ર નોટિસ આપીને સંતોષ માની રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ સામાન્ય નાગરીકોના ઘરે ઢોલ વગાડી ઘરવેરાની ઉઘરાણી માટે પહોંચી જતા ભાવનગર મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધિશો સરકારી કચેરીઓના […]

ભાવનગરમાં સવા લાખ લોકોએ 10 વર્ષથી મિલકત વેરો ભર્યો નથી, 330 કરોડની ઉઘરાણી બાકી

ભાવનગરઃ શહેરની વસતી અને એનો વ્યાપમાં વધારો થયો હોવા છતાં બાકી મિલ્કતવેરાને કારણે મ્યુનિ.કોર્પોરેશનની આવકમાં ખાસ વધારો થયો નથી.  મ્યુનિ. કોર્પોરેશન એકમાત્ર ઘરવેરાના આવકના સ્ત્રોત પર ટકી રહ્યું છે ત્યારે બાકી મિલકત વેરા ની રિકવરી પણ એટલી જ આવશ્યક બની રહી છે. છેલ્લા ત્રણ વર્ષથી વાર્ષિક ડિમાન્ડ સામે 70 ટકા આસપાસ રિકવરી થાય છે પરંતુ […]

ભાવનગરના માર્કેટ યાર્ડમાં ડુંગળીની ધૂમ આવક, રોડ પર વાહનોના થપ્પા લાગતાં ટ્રાફિક જામ

ભાવનગરઃ  શહેરના મુખ્ય માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના પાકની બમ્પર આવક થઈ રહી છે. જિલ્લાના ખેડુતો ડુંગળી વેચવા માટે મોટી સંખ્યામાં ટ્રેકટરો અને ટેમ્પાઓ ભરીને આવી રહ્યા છે. તેના લીધે શહેરમાં પ્રવેશવાના મુખ્ય માર્ગ પર યાર્ડના દરવાજે રોડની બન્ને સાઈડ પર વાહનોની કતારો જોવા મળી રહી છે. ભાવનગર જિલ્લામાં આ વર્ષે સારા વરસાદ અને સાનુકૂળ વાતાવરણને કારણે […]

ભાવનગરના સમુદ્રમાં આવેલા પિરમબેટને પ્રવાસન સ્થળ તરીકે વિક્સાવવામાં સરકારને રસ નથી

ભાવનગરઃ જિલ્લાની સબળ નેતાગીરીના અભાવે ભાવનગર શહેર અને જિલ્લાનો સર્વાંગી વિકાસ થયો નથી. ઔદ્યાગિક વિકાસમાં પણ ભાવનગર જિલ્લો પછાત ગણાય છે. અને રોજગારીની પુરતી તકો ઉપલબ્ધ નથી. જિલ્લામાં અનેક સ્થળો એવા છે. કે એનો પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરવામાં આવે તો નવી રોજગારી પણ ઊભી થઈ શકે તેમ છે. જિલ્લાના ઘોઘા તાલુકામાં આવેલા દરિયામાં આશરે […]