Homeગુજરાતીગુજરાતકર્ણાટકમાં ગુજરાતના પરિવાર સાથે કરુણ દુર્ઘટના! બોટ પલટી જતાં પતિ-પત્નીનાં મોત, બે...

કર્ણાટકમાં ગુજરાતના પરિવાર સાથે કરુણ દુર્ઘટના! બોટ પલટી જતાં પતિ-પત્નીનાં મોત, બે બાળકોનો આબાદ બચાવ

મડિકેરી, 14 નવેમ્બર 2026: ગુજરાતનો એક પરિવાર વેકેશન માટે કર્ણાટક આવ્યો હતો, પરંતુ તેઓ જે હોડીમાં મુસાફરી કરી રહ્યા હતા તે પલટી જતાં તેમનો આનંદ દુર્ઘટનામાં ફેરવાઈ ગયો. આ ઘટનામાં પતિ-પત્નીના મોત થયા, જ્યારે તેમના બાળકોને બચાવી લેવામાં આવ્યા.

કર્ણાટકના કોડાગુ જિલ્લામાં હારંગી બેકવોટર્સમાં થયેલા બોટ અકસ્માતમાં ગુજરાતના એક પતિ-પત્નીનું મૃત્યુ થયું છે. જોકે, તેમના બે બાળકોને બચાવી લેવામાં આવ્યા છે. પોલીસે શનિવારે જણાવ્યું હતું કે, કોડાગુ જિલ્લાના હારંગી બેકવોટર્સમાં એક બોટ પલટી જવાથી આ દુર્ઘટના સર્જાઈ હતી.

જરાતના સુરતથી આવ્યો હતો પરિવાર

મૃતકોની ઓળખ ધર્મેશ (50) અને તેમની પત્ની નિમ્મી (48) તરીકે થઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર, તેઓ ગુજરાતના સુરતના રહેવાસી હતા. અકસ્માતમાં તેમના બે સંતાનો એક પુત્ર અને એક પુત્રી બચી ગયા છે. પુત્રની ઉંમર 21 વર્ષ અને પુત્રીની ઉંમર 24 વર્ષ હોવાનું જાણવા મળ્યું છે.

બોટિંગ કરતી વખતે લાઈફ જેકેટ પહેરેલું હતું

પોલીસના જણાવ્યા અનુસાર, આ પરિવાર શુક્રવારે સાંજે તે વિસ્તારમાં એક ખાનગી કંપની દ્વારા આયોજિત જળ સાહસિક પ્રવૃત્તિઓના ભાગરૂપે બોટિંગ કરવા ગયો હતો. જ્યારે હોડી પલટી ગઈ ત્યારે ચારેય વ્યક્તિઓએ લાઈફ જેકેટ પહેરેલાં હતાં. પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, સંભવતઃ આ દંપતી પલટી ગયેલી હોડીની નીચે ફસાઈ ગયું અને ડૂબી ગયું, જ્યારે તેમનાં બાળકો પાણીમાં પડી ગયાં હતાં, પરંતુ બાદમાં તેમને બચાવી લેવામાં આવ્યાં હતાં.

પોલીસે કેસ નોંધ્યો

કુશલનગર ગ્રામીણ પોલીસ સ્ટેશનમાં બોટ સંચાલક વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 106 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું છે કે વધુ તપાસ ચાલી રહી છે.

વધુ વાંચો: સુરતના ખરવાસામાં કાપડના ગોડાઉનમાં ભીષણ આગ, આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img