1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કલોલ તાલુકાના સાંતેજમાં વેક્સિન ફેકટરીમાં ફરીથી આગ લાગી
કલોલ તાલુકાના સાંતેજમાં વેક્સિન ફેકટરીમાં ફરીથી આગ લાગી

કલોલ તાલુકાના સાંતેજમાં વેક્સિન ફેકટરીમાં ફરીથી આગ લાગી

0
Social Share

કલોલ, 25 મે, 2026 : Fire breaks out again at vaccine factory in Santej  ગાંધીનગરના કલોલ તાલુકાના સાંતેજ વિસ્તારમાં આવેલી એક વેક્સિન (રસી) બનાવતી ફાર્મા ફેક્ટરીમાં ફરીવાર ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ એટલી વિકરાળ છે કે તેના ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળી રહ્યા છે. ઘટનાની ગંભીરતાને જોતાં આસપાસના મુખ્ય સેન્ટરો પરથી ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. ફાયરના જવાનોએ પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી.

આ બનાવની વિગત એવી છે કે, કલોલના સાંતેજ વિસ્તારમાં આવેલી વેક્સિન બનાવતી એક ફેકટરીમાં ફરીવાર આગ લાગતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. અને આગની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. કલોલ ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આગ પર કાબૂ મેળવવા અને પરિસ્થિતિ વધુ વણસે નહીં તે માટે તાત્કાલિક ધોરણે અમદાવાદ, અને કડી ફાયર સ્ટેશનો સંપર્ક કરી વધારાની મદદ માંગવામાં આવી હતી. ત્રણેય નજીકના શહેરોમાંથી ફાયર ફાઇટર અને વોટર બ્રાઉઝરની ગાડીઓ સાંતેજ ઘટનાસ્થળ તરફ રવાના કરી દેવામાં આવી હતી. જોતજોતામાં આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું. સ્થાનિક તંત્રની વિનંતીને પગલે અમદાવાદ ફાયર બ્રિગેડના અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ બે મોટા ફાયર વાહનો ઘટનાસ્થળે પહોચ્યા હતા. અમદાવાદ અને અન્ય ફાયર ટીમોના જવાનો અત્યારે સંયુક્ત રીતે ફેક્ટરીમાં લાગેલી આગ પર કાબૂ મેળવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી.

વેક્સિન બનાવતી ફેક્ટરીમાં ફરીવાર આગ લાગતા આસપાસની અન્ય ઔદ્યોગિક વસાહતોમાં પણ ચિંતાનો માહોલ સર્જાયો હતો. ફેક્ટરીમાં વેક્સિન ઉત્પાદન સંબંધિત કેમિકલ્સ અથવા અન્ય જ્વલનશીલ સામગ્રી હોવાના કારણે આગ ઝડપથી ફેલાઈ હોવાની આશંકા છે. હાલ પ્રાથમિક તબક્કે આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code