Homeગુજરાતીગુજરાતઅમદાવાદ-ડાકોર હાઈવે પર આઈસર ટ્રકે બાઈકને અડફેટે લેતા બેનાં મોત

અમદાવાદ-ડાકોર હાઈવે પર આઈસર ટ્રકે બાઈકને અડફેટે લેતા બેનાં મોત

અમદાવાદ, 29 ઓક્ટોબર, 2026 : Two killed as icer truck hits bike રાજ્યમાં હાઈવે પર અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ અમદાવાદ-ડાકોર હાઈવે પર આઈસર ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો હતો. મહેમદાવાદ તાલુકાના કેશરા ગામના મુવાડી પાટિયા નજીક અમદાવાદ–ડાકોર હાઈવે પર આઈસર અને બાઈક વચ્ચે અકસ્માતમાં બાઈક પર સવાર બે સગી બહેનોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ અકસ્માાતના બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે ટ્રાફિક વ્યવસ્થા સંભાળી બંને મહિલાઓના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, અમદાવાદ–ડાકોર હાઈવે પર કેશરા ગામના મુવાડી પાટિયા પૂરપાટ ઝડપે આવી રહેલા GJ-16-AV-2592 નંબરના આઈસર ટ્રકે  GJ-07-FB-3471 નંબરના બાઈકને જોરદાર ટક્કર મારતાં બાઈક પર સવાર બે સગી બહેનો 46 વર્ષીય મંજુલાબેન અને 43 વર્ષીય સવિતાબેન રસ્તા પર ફંગોળાઈ ગયા હતા. ગંભીર ઈજાઓને કારણે મહિલાના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. આ બનાવને પગલે મૃતકોના પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે. મૃતકના ભાઈ વિજયસિંહ ચૌહાણે જણાવ્યું કે બંને બહેનો બહેનો સુધાવણસોલ ગામથી પોતાના માતા-પિતાના ખબર-અંતર પૂછવા માટે મોદજ ગામે જઈ રહ્યા હતા, તે દરમિયાન આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

સ્થાનિક લોકોના કહેવા મુજબ અકસ્માતના સ્થળે રોડના ખાડા પૂરવાની કામગીરી ચાલી રહી હતી. જોકે, આ કામગીરી દરમિયાન વાહનચાલકોની સુરક્ષા માટે યોગ્ય સાઈન બોર્ડ, ડિવાઈડર કે બેરિકેડ્સ મૂકવામાં આવ્યાં ન હતા. સુરક્ષાનાં પૂરતાં સાધનો ન હોવાને કારણે વાહનોની અવરજવર દરમિયાન આ અકસ્માત સર્જાયો હોવાની શક્યતા છે.  પોલીસે અકસ્માત અંગે ગુનોં નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular