રાજપીપળા, 30 ઑક્ટોબર, 2026: NCC Director General રાષ્ટ્રીય એકતા દિવસ પૂર્વે એનસીસીના મહાનિદેશક આજે શુક્રવારે રાજપીપળા પહોંચ્યા હતા. ત્યારબાદ NCC એકેડેમીની મુલાકાત દરમિયાન NCCના મહાનિદેશક (ડિરેક્ટર જનરલ) લેફ્ટનન્ટ જનરલ વીરેન્દ્ર વત્સે જણાવ્યું હતું કે, “મારી રાજપીપળા મુલાકાત પાછળ બે મુખ્ય હેતુઓ હતા. પહેલો, આવતીકાલની પરેડમાં ભાગ લેનારી ટુકડીના તાલીમ સ્તર અને પ્રગતિની સમીક્ષા કરવાનો, અને બીજો, દેશભરમાં NCCના ઇન્ફ્રાસ્ટ્રક્ચર (માળખાકીય સુવિધાઓ) ના વિકાસની સ્થિતિનો તાગ મેળવવાનો…
સમગ્ર દેશમાં દરેક જિલ્લામાં થઈને 800થી વધુ NCC બટાલિયન ઉપલબ્ધ છે. અમારા જિલ્લા એકમોની સંખ્યા પણ 800ની આસપાસ છે. સરકાર હાલમાં NCCના વિસ્તરણ પર વિશેષ ભાર મૂકી રહી છે… જે રીતે આપણા યુવાનોની આકાંક્ષાઓ બદલાઈ રહી છે, તેને જોતાં આપણે NCCની જૂની તાલીમ પદ્ધતિઓ ચાલુ રાખી શકીએ નહીં. વધુ ઉત્તમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂરિયાત છે, અને આ દિશામાં ગુજરાત તરફથી જે સહયોગ મળી રહ્યો છે તે ખૂબ જ પ્રોત્સાહક છે…”
લેફ્ટનન્ટ જનરલ વીરેન્દ્ર વત્સે એએનઆઈ સમાચાર સંસ્થાને જણાવ્યું કે, ગુજરાતમાં એનસીસીના વિસ્તરણ માટે જે સહકાર મળી રહ્યો છે તે પ્રોત્સાહક છે. (જુઓ વીડિયો)


