Homeગુજરાતીગુજરાતદિવાળીના ટ્રાફિકના ધસારાને પહોંચી વળવા એસટીની 9630 ટ્રીપ, એક લાખથી વધુ ટિકિટ...

દિવાળીના ટ્રાફિકના ધસારાને પહોંચી વળવા એસટીની 9630 ટ્રીપ, એક લાખથી વધુ ટિકિટ બુક

ગાંધીનગર, 31 ઓકટોબર,2026 : Diwali traffic, ST’s 9630 trip, ગુજરાતમાં દીવાળી ટ્રાફિકના ધસારાને પહોંચી વળવા માટે એસટીની 9630 એક્સ્ટ્રા બસો દોડાવાશે.  તમામ ડિવિઝનોમાં એક્સ્ટ્રા બસો માટેના બુકીંગનો પ્રારંભ થઈ ગયો છે. એક લાખની વધુ એડવાન્સ ટિકિટો બુક થઈ ગઈ છે. સૌથી વધુ 1,870 ટ્રીપ નડિયાદ વિભાગ દ્વારા અને 1,600 ટ્રીપ સુરત વિભાગ દ્વારા દોડાવાશે. આ સિવાય હિંમતનગરમાં 900, જૂનાગઢમાં 840, અમદાવાદમાં 700 (વિભાગીય આયોજન 1,150), મહેસાણામાં 670, પાલનપુરમાં 550, વડોદરામાં 455, રાજકોટમાં 450, ગોધરામાં 380, ભાવનગરમાં 370, અમરેલીમાં 300, ભરૂચમાં 170, જામનગરમાં 155, ભુજમાં 110 અને વલસાડમાં 110 એક્સ્ટ્રા ટ્રીપનું સંચાલન કરવામાં આવશે.

ગુજરાતમાં દીવાળી પ્રવાસી ટ્રાફિકને પહોંચી વળવા માટે વિવિધ એસ.ટી. વિભાગોમાં કુલ 9,630 એક્સ્ટ્રા ટ્રીપ દોડાવવામાં આવશે. દિવાળી 2025માં રાજ્યભરમાં 8,648 એક્સ્ટ્રા ટ્રીપ દોડાવવામાં આવી હતી, જેની સરખામણીએ આ વર્ષે 982 ટ્રીપ વધુ એટલે કે આશરે 11.4%નો વધારો કરવામાં આવ્યો છે. અમદાવાદ ડિવિઝન દ્વારા આગામી 2થી 8 નવેમ્બર દરમિયાન આશરે 1,150 જેટલી વધારાની ટ્રીપ દોડાવાશે. મુસાફરોને મુખ્ય બસ સ્ટેન્ડ (ગીતામંદિર/રાણીપ) સુધી લાંબા ન થવું પડે અને ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે અમદાવાદ શહેરમાં ઇસ્કોન ચાર રસ્તા, CTM એક્સપ્રેસ-વે અને અડાલજ ત્રિમંદિર પાસે વધારાના બસ સ્ટોપેજ ઊભા કરવામાં આવ્યા છે. મુસાફરો આ પોઇન્ટ્સ પરથી સીધા જ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત કે મધ્ય ગુજરાત તરફ જતી બસો પકડી શકશે. સંચાલન યોગ્ય રીતે થાય અને મુસાફરોને માર્ગદર્શન મળે તે માટે આ નવા સ્ટોપેજ પર સુપરવાઇઝરી સ્ટાફ અને કંટ્રોલ પોઇન્ટ્સ તહેનાત કરવામાં આવશે.

દિવાળી વેકેશનમાં સૌથી વધુ ધસારો સૌરાષ્ટ્ર તરફ રહેતો હોવાથી અમરેલી, ભાવનગર, રાજકોટ અને જૂનાગઢ તરફ નિયમિત અંતરે વધારાની બસો દોડાવવામાં આવશે. અધિકારીના જણાવ્યા મુજબ, સૌરાષ્ટ્ર રૂટની મોટાભાગની બસોમાં 50% જેટલું ગ્રૂપ બુકિંગ એડવાન્સમાં પૂર્ણ થઈ ગયું છે. આ ઉપરાંત પંચમહાલ, દાહોદ, ગોધરા તેમજ ઉત્તર ગુજરાત અને કચ્છ તરફ જતા શ્રમિકો અને પરિવારો માટે પણ પૂરતી સંખ્યામાં એક્સ્ટ્રા બસો ઉપલબ્ધ રહેશે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular