વડોદરા, 29 ઑક્ટોબર, 2026 – Congress’s political frustration દેશની લોકતાંત્રિક વ્યવસ્થા અને સંવૈધાનિક સંસ્થાઓની વિશ્વસનીયતા સામે બેબુનિયાદ સવાલો ઊભા કરીને જનતાને ગેરમાર્ગે દોરવાના કોંગ્રેસ અને ઇન્ડી ગઠબંધનના કુપ્રયાસો સામે જનજાગૃતિ લાવવા તેમજ કોંગ્રેસના આ વલણનો વિરોધ કરવાના હેતુથી ભારતીય જનતા પાર્ટી દ્વારા શરૂ કરાયેલા ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો અભિયાન-૨૦૨૬’ અંતર્ગત બુધવારે વડોદરા ખાતે પદયાત્રા યોજાઈ હતી. જેનો પ્રારંભ વડોદરાના નવલખી મેદાન ખાતેથી થયો હતો.

આ પદયાત્રામાં પ્રદેશ મહામંત્રીશ્રીઓ શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ, શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, ભાજપા યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી અને વડોદરાના સાંસદ શ્રી ડૉ. હેમાંગભાઈ જોષી, રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ શ્રી રમણભાઈ સોલંકી, શ્રી સંજયસિંહ મહિડા, શ્રીમતી મનીષાબેન વકીલ, પ્રદેશ પદાધિકારીઓ, વડોદરા મહાનગર ભાજપા અધ્યક્ષ શ્રી જયપ્રકાશ સોની, મેયર ગીતાબેન મકવાણા, મધ્ય ઝોનના સાંસદશ્રી, ધારાસભ્યશ્રી, સિનિયર આગેવાનો, સ્થાનિક સંગઠન, અભિયાનની ટીમ, કાર્યકર્તાઓ સહિત મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં.
આ પણ વાંચોઃ પીએમ મોદી 30મીએ ખેડૂત સન્માન નિધિનો હપ્તો જારી કરશે, ભીલડીમાં તૈયારીઓની રાજ્યના મંત્રીઓએ સમીક્ષા કરી
મતદાર યાદીની ખાસ સઘન સુધારણા પ્રક્રિયા (SIR)ને લઈને પણ કોંગ્રેસ દ્વારા રાજકીય વિવાદ ઊભો કરી જનતામાં ભ્રમ ફેલાવવાના પ્રયાસો સામે પદયાત્રામાં જોડાયેલ સૌએ સખત વિરોધ નોંધાવ્યો હતો. પદયાત્રા દરમિયાન ‘લોકતંત્રનો હુંકાર, અરાજકતાની હાર’, ‘લોકતંત્રનું અપમાન, નહીં સહે હિન્દુસ્તાન’,‘કોંગ્રેસનો હાથ ઘૂસણખોરોના સાથ‘, ‘મોદી કહી નહિ જાયેગા‘, સહિતના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. પદયાત્રામાં વિવિધ ક્ષેત્રના આગેવાનો, સામાજિક અગ્રણીઓ, વેપારી વર્ગના પ્રતિનિધિઓ, મહિલાઓ, યુવાનો તથા પ્રબુદ્ધ નાગરિકોની ઉપસ્થિતિએ કાર્યક્રમને જનભાગીદારીનું સ્વરૂપ આપ્યું હતું.
ગુજરાત પ્રદેશ ભાજપાના પ્રદેશ મહામંત્રી શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટે સંબોધન કરતાં જણાવ્યું હતું કે ભારત દેશ સંસદીય લોકશાહી પ્રણાલી અને બંધારણીય વ્યવસ્થાના આધારે ચાલે છે. લોકશાહીમાં જનતાનો વિશ્વાસ, બંધારણીય સંસ્થાઓની ગરિમા અને લોકમતનું સન્માન સર્વોપરી છે. પરંતુ ચૂંટણીમાં જનસમર્થન પ્રાપ્ત કરવામાં નિષ્ફળ રહેલી કોંગ્રેસ અને તેના સાથી રાજકીય પક્ષો લોકશાહી માર્ગે જનતાનો વિશ્વાસ જીતવાને બદલે રસ્તા પર આંદોલનો કરીને દેશની સંસ્થાઓ પ્રત્યે અવિશ્વાસ ઊભો કરવાનો અને અરાજકતા ફેલાવવાનો પ્રયાસ કરી રહી છે. લોકતંત્રનું રક્ષણ કરવું એ ભાજપાના દરેક કાર્યકર્તાની પ્રથમ ફરજ છે અને દેશની લોકશાહી વ્યવસ્થાને નબળી પાડવાના આવા પ્રયાસો સામે ભાજપાનો કાર્યકર્તા જનજાગૃતિના માધ્યમથી મજબૂતીથી ઊભો રહેશે.
આ પણ વાંચોઃ લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો અભિયાન હેઠળ રાજકોટમાં ભાજપનું વિશાળ શક્તિપ્રદર્શન
શ્રી બ્રહ્મભટ્ટે વધુમાં જણાવ્યું હતું કે, લોકશાહીમાં સરકારો જનતાના મતથી બને છે, રસ્તા પર અરાજકતા ફેલાવીને નહીં. રાજકીય વિરોધના નામે દેશની સંસ્થાઓની વિશ્વસનીયતા પર પ્રહાર કરીને સરકારને અસ્થિર કરવાનો પ્રયાસ લોકશાહીની ભાવનાને અનુરૂપ નથી. ભારતની જનતા આવી અરાજકતાવાદી માનસિકતાને ક્યારેય સ્વીકારશે નહીં. કોંગ્રેસના ચૂંટણીલક્ષી આક્ષેપોનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે વિવિધ રાજ્યોમાં ચૂંટણી પરિણામો કોંગ્રેસની રાજકીય નિષ્ફળતાને ઉજાગર કરે છે. ચાર રાજ્યોની એમએલસી બેઠકોની ચૂંટણીમાં કોંગ્રેસને પરાજયનો સામનો કરવો પડ્યો હોવાનો ઉલ્લેખ કરતાં તેમણે સવાલ કર્યો હતો કે ત્યાં મળેલા પરાજય માટે કોંગ્રેસ કોને જવાબદાર ઠેરવશે? ચૂંટણીનાં પરિણામોનો સ્વીકાર કરવાને બદલે દરેક પરાજય માટે ચૂંટણી વ્યવસ્થાને દોષ આપવો એ કોંગ્રેસની રાજકીય હતાશા દર્શાવે છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે વર્ષ 2014થી 2025 દરમિયાન અનેક વિધાનસભા ચૂંટણીઓમાં કોંગ્રેસને પરાજયનો સામનો કરવો પડ્યો છે, જ્યારે વર્ષ 2014, 2019 અને 2024ની લોકસભા ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીને જનતાએ સમર્થન આપ્યું છે. આ જનસમર્થનને વોટ ચોરી ગણાવવું એ જનતાના નિર્ણયનું અપમાન છે. ભાજપાની જીત પાછળ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં થયેલાં વિકાસકાર્યો, ભાજપાના કાર્યકર્તાઓની દિવસ-રાતની મહેનત, જનસેવા અને સંગઠનની મજબૂત કામગીરી રહેલી છે. જનતાની અપેક્ષાઓ પૂર્ણ કરવા માટે કાર્યકર્તાઓએ કરેલી નિષ્ઠાપૂર્વકની મહેનતનું જ આ પરિણામ છે.
તેમણે ઉમેર્યું હતું કે, “મોદી નહીં જાયેગા, મોદી વિકસિત ભારત બનવાયેગા.” દેશના કરોડો પરિવારોને પાકાં ઘર ઉપલબ્ધ કરાવવાની દિશામાં થયેલું કાર્ય, આયુષ્માન ભારત યોજના દ્વારા આરોગ્ય સુરક્ષાનો લાભ, ઉજ્જ્વલા યોજના દ્વારા મહિલાઓને સ્વચ્છ રસોઈ ગેસની સુવિધા તથા આતંકવાદ સામે કડક કાર્યવાહી કરીને દેશની સુરક્ષાને મજબૂત બનાવવાનાં પગલાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં થયેલાં કાર્યોનાં ઉદાહરણો છે. પ્રધાનમંત્રીશ્રી જનતાના હૃદયમાં વસે છે અને તેમના નેતૃત્વમાં વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ આગળ વધી રહ્યો છે.
શ્રી બ્રહ્મભટ્ટે વધુમાં જણાવ્યું હતું કે દેશના લોકતંત્રને નબળું પાડવાના, વિદેશી પ્રભાવના આધારે રાજકીય વાતાવરણને દિશા આપવાના અને ઘૂસણખોરી જેવા મુદ્દાઓ પર જનતામાં ચિંતા ઊભી કરતી પરિસ્થિતિઓ સામે જાગૃતિ લાવવી જરૂરી છે. લોકશાહીની ગરિમા જાળવવા, બંધારણીય સંસ્થાઓ પ્રત્યે જનવિશ્વાસ મજબૂત કરવા અને કોંગ્રેસના ભ્રામક પ્રચારનો જવાબ આપવા માટે ભારતીય જનતા પાર્ટી જનતાની વચ્ચે જઈ રહી છે. ભાજપાના કાર્યકર્તાઓ જનતાની વચ્ચે જઈને તથ્યો રજૂ કરશે અને આવા ભ્રામક પ્રચાર સામે જનજાગૃતિ લાવશે. આ ભવ્ય કાર્યક્રમને સફળ બનાવવા માટે પરિશ્રમ કરનારા તમામ કાર્યકર્તાઓને તેમણે વંદન અને અભિનંદન પાઠવ્યા હતા.
પ્રદેશ મહામંત્રી શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, કોંગ્રેસે દેશની જનતાનો વિશ્વાસ ગુમાવી ચૂકી છે માટે રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા માટે વિવાદોનો સહારો લઈ રહી છે. જનતાના પ્રશ્નોનું સમાધાન અને દેશના વિકાસમાં રચનાત્મક ભૂમિકા નિભાવવાને બદલે કોંગ્રેસ રાજકીય વાતાવરણને અસ્થિર કરવાનો પ્રયાસ કરી રહી છે.
શ્રી ચૌહાણે વધુમાં જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી માટે રાજનીતિ સત્તા મેળવવાનું નહીં, પરંતુ રાષ્ટ્રસેવા અને જનકલ્યાણનું માધ્યમ છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ વિકાસના નવા આયામો સર કરી રહ્યો છે, ત્યારે વિપક્ષે પણ દેશહિતના કાર્યોમાં જવાબદાર ભૂમિકા નિભાવવી જોઈએ. ભાજપાના કાર્યકર્તાઓ જનતાની વચ્ચે રહીને સરકારની કામગીરી અને રાષ્ટ્રના વિકાસનો સંદેશ પહોંચાડવા કટિબદ્ધ છે.
તેમણે જણાવ્યું હતું કે, ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો અભિયાન’ દ્વારા કોંગ્રેસની નકારાત્મક રાજનીતિ સામે જનતાને જાગૃત કરવામાં આવશે. લોકશાહીના નામે ભ્રમ ફેલાવવાના પ્રયાસોનો જવાબ જનશક્તિ અને લોકજાગૃતિથી આપવામાં આવશે. તેઓએ કહ્યું કે, કોંગ્રેસે યાદ રાખવું જોઈએ કે દેશની જનતા રાજકીય નાટકોથી નહીં, પરંતુ કામ અને પરિણામોથી મૂલ્યાંકન કરે છે. ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો અભિયાન-૨૦૨૬’ દ્વારા ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસની આ નિમ્નસ્તરની રાજનીતિને જનતા સમક્ષ ઉજાગર કરી લોકશાહીની ગરિમા અને રાષ્ટ્રીય હિતના રક્ષણ માટે જનજાગૃતિનું કાર્ય કરશે.


