Homeગુજરાતીગુજરાતવડોદરામાં સોની પરિવારનો સામૂહિક આપઘાત, માતાએ દીકરા-દીકરી સાથે ફાંસો ખાધો

વડોદરામાં સોની પરિવારનો સામૂહિક આપઘાત, માતાએ દીકરા-દીકરી સાથે ફાંસો ખાધો

વડોદરા, 29 ઓક્ટોબર, 2026 : Soni family commits mass suicide  શહેરના સોની પરિવારના માતા, પૂત્ર અને પૂત્રીએ કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરતા પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો છે.  શહેરના એમ.જી. રોડ પર આવેલી દલા પટેલ/નરસિંહજીની પોળ વિસ્તારમાં રહેતા સોની પરિવારમાં માતા આરતીબેન સોની (ઉ,વ.50), પુત્ર નીલકંઠ સોની અને પુત્રી જેની સોનીએ ત્રણેયે એકસાથે ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યુ હતું. મૃતક આરતીબેન સોનીના પતિનું એક વર્ષ અગાઉ હાર્ટ એટેકના કારણે મોત નીપજ્યું હતું. આ બનાવથી નરસિંહજીની પોળમાં ભારે ગમગીની વ્યાપી ગઈ છે.

આ બનાવની વિગત એવી જાણવા મળી છે કે, શહેરના માંડવી વિસ્તારમાં આવેલી દલા પટેલની પોળ (નરસિંહજીની પોળ)માં રહેતા સોની પરિવારના 50 વર્ષીય માતાએ પોતાના પુત્ર અને પુત્રી સાથે કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈને સામૂહિક આત્મહત્યા કરતા ચકચાર મચી ગઈ છે. મંગળવારે બપોરના સમયે 50 વર્ષીય માતા આરતીબેન સોની, તેમનો મોટો પુત્ર નીલકંઠ સોની અને નાની પુત્રી જેની સોનીએ એકસાથે જીવન ટૂંકાવ્યું હોવાની પ્રાથમિક માહિતી મળી છે. આ બનાવની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો મોટો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ત્રણેય મૃતદેહોનો કબજો સંભાળી આ સામૂહિક આત્મહત્યા પાછળના ચોક્કસ કારણો જાણવા સઘન તપાસ હાથ ધરી છે.

શહેરના ઝોન-4ના DCP એન્ડ્રુ મેકવાને આ ઘટના અંગે વિગતો આપતાં જણાવ્યું હતું કે, પ્રાથમિક માહિતી મુજબ આરતીબેન સોની, તેમના પુત્ર નીલકંઠ અને પુત્રી ઝલક એમ એક જ પરિવારના ત્રણ સભ્યોએ અલગ-અલગ જગ્યાએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. મૃતદેહોમાંથી દુર્ગંધ આવતી હોવાથી બનાવને થોડો સમય વીતી ગયો હોવાની શક્યતા છે પરંતુ, મૃત્યુનો ચોક્કસ સમય અને કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે. હાલ ત્રણેય મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને ઘટનાસ્થળે સઘન સર્ચ કરી, પરિવારજનો તેમજ નિકટના સંપર્કોની પૂછપરછ હાથ ધરીને એડી (અકસ્માતે મોત) નોંધી આગળની કાયદેસરની તપાસ ચલાવવામાં આવી રહી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular