મુંબઈ, 23 ઓક્ટોબર 2026: યમનના દરિયાકાંઠે એક યાટ (વૈભવી નૌકા) સાથે સંકળાયેલી ઘટનામાં સામેલ તમામ 14 ભારતીય નાગરિકો સુરક્ષિત હોવાના અહેવાલ છે. યમનમાં ભારતીય દૂતાવાસે શુક્રવારે આ માહિતી આપી હતી.
યમનના ઈરાન-સમર્થિત હુથી બળવાખોરોએ ગુરુવારે જણાવ્યું હતું કે તેઓ 14 ભારતીયોને લઈ જતી એક હોડીને મદદ કરી રહ્યા છે, જેના પર બાબ અલ-મંદેબ સામુદ્રધુની નજીક આવેલા જબલ ઝુકાર ટાપુ પાસે હુમલો થયો હતો. તેમણે આ હુમલા માટે સાઉદી અરેબિયાને જવાબદાર ઠેરવ્યું છે; જોકે, સાઉદી અધિકારીઓ તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
દૂતાવાસે શું કહ્યું?
યમનમાં ભારતીય દૂતાવાસે ‘X’ પર એક પોસ્ટમાં જણાવ્યું છે કે, “અહેવાલો સૂચવે છે કે તમામ 14 ભારતીય નાગરિકો સુરક્ષિત છે અને યમનના હોદૈદાહ (Hodeidah) વિસ્તારમાં છે. અમે તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કામ કરવાનું ચાલુ રાખીશું.” દૂતાવાસે આ અંગે વધુ કોઈ વિગતો આપી નથી.
અગાઉ, દૂતાવાસે જણાવ્યું હતું કે આ 14 ભારતીયો અંગે કોઈ ચોક્કસ માહિતી ઉપલબ્ધ નથી, અને તેઓ આ ઘટના સાથે સંકળાયેલી હકીકતો તથા સંજોગો જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે.
વધુ વાંચો: એશિયન પેરા ગેમ્સમાં મોના અગ્રવાલનો ગોલ્ડન ધમાકો! સુવર્ણ ચંદ્રક સાથે નવો વિશ્વ રેકોર્ડ


