HomeAgency Newsહવે અમિતાભ બચ્ચન અને દિલજીત દોસાંઝને ધમકી, મુંબઈના મેયર પર આવ્યો ઈમેલ

હવે અમિતાભ બચ્ચન અને દિલજીત દોસાંઝને ધમકી, મુંબઈના મેયર પર આવ્યો ઈમેલ

મુંબઈ, 23 ઑક્ટોબર, 2026: Amitabh Bachchan and Diljit Dosanjh થોડા દિવસો પહેલાં બોલિવૂડ સ્ટાર ટાઇગર શ્રોફ પર મુંબઈના જુહૂ વિસ્તારમાં જીવલેણ હુમલો થયો હતો. તેમની કાર પર તાબડતોબ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ટાઇગર પર થયેલા હુમલાથી બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં ભયનો માહોલ છે. પોલીસ આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. આ દરમિયાન હવે બોલિવૂડના ‘બિગ બી’ અમિતાભ બચ્ચન અને પ્રખ્યાત પંજાબી સિંગર તથા એક્ટર દિલજીત દોસાંઝને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. બચ્ચન અને દોસાંઝને મળેલી ધમકી સંબંધિત ઈમેલ મુંબઈના મેયર રીતુ તાવડેને મળ્યો છે, જેના પગલે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.

અમિતાભના બંગલા ‘જલસા’ પર હુમલાની ચેતવણી

મળેલી માહિતી મુજબ, મુંબઈના મેયર રીતુ તાવડેને મોકલવામાં આવેલા ધમકીભર્યા ઈમેલમાં અમિતાભ બચ્ચનનો ઉલ્લેખ કરાયો છે. ઈમેલમાં તેમના ‘જલસા’ બંગલા પર બોમ્બ હુમલો કરવાની ધમકી આપવામાં આવી છે. ઈમેલ મોકલનારનો દાવો છે કે આ હુમલો 1984ના ‘ઓપરેશન બ્લુ સ્ટાર’નો બદલો હશે. ધમકીમાં જણાવવામાં આવ્યું છે કે 31 ઓક્ટોબરથી 27 નવેમ્બર વચ્ચે ગમે ત્યારે આ બંગલાને નિશાન બનાવી શકાય છે. આ જ ઈમેલમાં ગાયક દિલજીત દોસાંઝને પણ ધમકી આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ પુસ્તક સમીક્ષાઃ ઈસ્લામમાં મહિલાઓની પરિસ્થિતિ: મુસ્લિમ વિદ્વાનોની નજરે

ઈમેલ મોકલનારે ખાલિસ્તાન-સમર્થક નારાઓનો ઉપયોગ કર્યો હતો અને 1984ના સિખ-વિરોધી રમખાણોનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, આ હુમલા એ લોકો વિરુદ્ધ બદલો લેવા માટે કરવામાં આવી રહ્યા છે જેમના પર સિખ સમુદાયને નિશાન બનાવવાનો આક્ષેપ છે. ઈમેલ મોકલનારની ઓળખની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ નથી અને આ ધમકીઓ હાલ માત્ર ઈમેલમાં કરાયેલા આક્ષેપો પૂરતી જ સીમિત છે.

ધમકીભર્યા મેલમાં દિલજીતને નિશાન બનાવવા પાછળ તેમણે અમિતાભ બચ્ચનના ચરણ સ્પર્શ કર્યાની ઘટનાને કારણ તરીકે દર્શાવવામાં આવી છે. મેલમાં લખવામાં આવ્યું છે કે 27 નવેમ્બરે મહાલક્ષ્મી રેસકોર્સ ખાતે બોમ્બ અને આત્મઘાતી હુમલામાં દિલજીતને મારી નાખવામાં આવશે, કારણ કે તેમણે સિખોના નરસંહાર કરનારા બચ્ચનના પગ સ્પર્શ કર્યા હતા.

દિલ્હી બાદ મુંબઈની પણ કેટલીક શાળાઓને મળ્યા ધમકીભર્યા મેલ

બીજી તરફ શુક્રવારે દિલ્હી બાદ મુંબઈના દાદર સ્થિત કેટલીક અગ્રણી શાળાઓને પણ ધમકીભર્યા ઈમેલ મળ્યા હતા. મળતી વિગતો મુજબ શુક્રવારે સવારે દાદરની આશરે 4 શાળાઓને આવા ઈમેલ પ્રાપ્ત થયા હતા. માહિતી મળતાં જ મુંબઈ પોલીસે તુરંત જ શાળાઓમાં તપાસ હાથ ધરી હતી.

તપાસ અભિયાન દરમિયાન પોલીસને કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નહોતી. જોકે, આ ધમકીભર્યા ઈમેલને કારણે થોડા સમય માટે શાળા પરિસરમાં તણાવપૂર્ણ વાતાવરણ સર્જાયું હતું. પોલીસ હાલ ઈમેલ મોકલનારની શોધખોળ કરી રહી છે અને મામલાની તપાસ ચાલુ છે.

રિવોઈમાં પ્રકાશિત આવા વિશેષ લેખ તેમજ અન્ય સમાચારો વિશે આપનો અભિપ્રાય જરૂર ઈમેલ દ્વારા આપોઃ [email protected]

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular