1. Home
  2. ગુજરાતી
  3. ખોરાક
  4. ભારતમાં દર ત્રીજી વ્યક્તિ કેમ છે એસિડિટીથી પરેશાન? જાણો ખાલી પેટે ચા પીવાની ગંભીર અસર
ભારતમાં દર ત્રીજી વ્યક્તિ કેમ છે એસિડિટીથી પરેશાન? જાણો ખાલી પેટે ચા પીવાની ગંભીર અસર

ભારતમાં દર ત્રીજી વ્યક્તિ કેમ છે એસિડિટીથી પરેશાન? જાણો ખાલી પેટે ચા પીવાની ગંભીર અસર

0
Social Share

આજની ભાગદોડ ભરેલી જીંદગીમાં ગેસ, એસિડિટી અને અપચો જેવી પાચનની સમસ્યાઓ સામાન્ય બની ગઈ છે. એક રિસર્ચ અનુસાર, ભારતની લગભગ 15 થી 30 ટકા વસ્તી કાયમી ધોરણે ગેસ અને એસિડિટીથી પીડાય છે. એટલું જ નહીં, નવા સંશોધનો દર્શાવે છે કે 60 થી 70 ટકા ભારતીયો અઠવાડિયામાં ઓછામાં ઓછી એક વાર પેટ ફૂલવું, છાતીમાં બળતરા કે એસિડિટી જેવી સમસ્યાઓનો સામનો કરે છે. હેલ્થ એક્સપર્ટ્સના મતે, આ સમસ્યાઓ પાછળ આપણી ખોટી ખાનપાનની આદતો અને ખાસ કરીને ‘ચા’ પીવાની રીત જવાબદાર છે. જ્યારે આપણે ખોરાક ખાઈએ છીએ, ત્યારે તેને પચાવવા માટે પેટમાં રહેલી ગેસ્ટ્રિક ગ્લેન્ડ્સ (ગ્રંથિઓ) હાઈડ્રોક્લોરિક એસિડ બનાવે છે. પરંતુ, જ્યારે આ એસિડ જરૂરિયાત કરતાં વધુ માત્રામાં બનવા લાગે, ત્યારે તે પેટના ઉપરના સ્તરને નુકસાન પહોંચાડે છે. આ કારણે જ છાતીમાં અસહ્ય બળતરા થાય છે અને ખાટા ઓડકાર આવવા લાગે છે.

દૂધવાળી ચા પીવાથી ગેસ કેમ બને છે?

જાણકારોના મેત, “મોટાભાગના લોકો દૂધવાળી ચા પીધા પછી ગેસ થવાની ફરિયાદ કરે છે. આનું મુખ્ય કારણ ‘લેક્ટોઝ ઇન્ટોલરન્સ’ હોઈ શકે છે. આપણા શરીરમાં ‘લેક્ટેઝ’ નામનું એન્ઝાઇમ હોય છે જે દૂધને પચાવવામાં મદદ કરે છે. જો શરીરમાં આ એન્ઝાઇમની ઉણપ હોય, તો દૂધ પચતું નથી અને તેના કારણે એસિડિટી, ગેસ કે ડાયરિયા (ઝીણા ઝાડા) જેવી સમસ્યાઓ થાય છે.”

ખાલી પેટે ચા પીવાના 3 મોટા જોખમો

કેફીનની માત્રા અને એસિડ રિફ્લક્સઃ ઘણા લોકોને સવારે ઉઠતાની સાથે જ ખાલી પેટે ‘બેડ ટી’ પીવાની આદત હોય છે. ચામાં કેફીન હોય છે, જે ખાલી પેટ પર સીધી અસર કરે છે અને એસિડ રિફ્લક્સ (એસિડ ગળા સુધી આવવો) ની સમસ્યા વધારે છે. જો તમે દિવસમાં વારંવાર ચા પીઓ છો, તો આ સમસ્યા કાયમી બની શકે છે. તેથી ખાલી પેટે ચા પીવાનું ટાળો અને સાથે બિસ્કિટ અથવા હળવો નાસ્તો ચોક્કસ લો.

ચા પીવાના ટાઈમ છે મહત્વનું

તમે કયા સમયે ચા પીઓ છો તે ખૂબ મહત્વનું છે. સવારે વહેલા અથવા સાંજે મોડા દૂધવાળી ચા પીવાથી પાચનતંત્ર બગડી શકે છે. ડોક્ટરની ખાસ સલાહ અનુસાર, વધુ માત્રામાં ચા ના પીવી, ક્યારેય ખાલી પેટે ચાનુ સેવન ના કરવું અને ચા પીવા માટે યોગ્ય સમય નક્કી કરવો.

એસિડિટી વધારતી અન્ય ખરાબ આદતો

બેઠાડું જીવનશૈલી: આજકાલ લોકો શારીરિક શ્રમ બિલકુલ કરતા નથી. ફિઝિકલ એક્ટિવિટી ન હોવાને કારણે મેટાબોલિક રેટ ધીમો પડી જાય છે અને પાચન બગડે છે. દિવસમાં ઓછામાં ઓછી 30 મિનિટ કસરત કે વોકિંગ કરવું અનિવાર્ય છે.
તળેલું અને મેંદાવાળો ખોરાક: ભારતીયોમાં રીફાઈન્ડ ઓઈલ (તેલ) માં બનેલી તળેલી વસ્તુઓ અને મેંદાનું સેવન ખૂબ વધારે છે. આ ખોરાક આપણી ગટ હેલ્થને નુકસાન પહોંચાડે છે, જેના લીધે ચોવીસ કલાક એસિડિટીની સમસ્યા રહે છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code