વોશિંગ્ટન, 27 સપ્ટેમ્બર 2026: આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ની ઝડપથી વધી રહેલી શક્તિ અને તેના જોખમી પરિણામો અંગે ફરી એકવાર વિશ્વભરમાં મોટી ચર્ચા શરૂ થઈ છે.
આ દરમિયાન, માઈક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સે પણ AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) અંગે એક મહત્વપૂર્ણ અને ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ ચેતવણી આપી છે કે AI ટેક્નોલોજી એટલી શક્તિશાળી છે કે તે એવી ઘટનાઓને જન્મ આપી શકે છે જેના પરિણામે અબજો લોકોના મોત થઈ શકે છે.
બિલ ગેટ્સે શું કહ્યું?
NBCના કાર્યક્રમ ‘મીટ ધ પ્રેસ’ (Meet the Press) દરમિયાન વાતચીત કરતા બિલ ગેટ્સે જણાવ્યું હતું કે, AI ચોક્કસપણે એટલું શક્તિશાળી છે કે તે એવી ઘટનાઓને વેગ આપી શકે છે જેના પરિણામે એક અબજ લોકોના મોત થઈ શકે છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દૂષિત ઈરાદો ધરાવતા લોકો દ્વારા અત્યાધુનિક AI સાધનોનો ઉપયોગ જોખમી પરિસ્થિતિ સર્જી શકે છે, કારણ કે ઇતિહાસમાં આનાથી વધુ શક્તિશાળી કોઈ શસ્ત્ર ક્યારેય રહ્યું નથી.
બિલ ગેટ્સ અમેરિકનોને મહત્વપૂર્ણ અપીલ
ગેટ્સે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે કોઈ પણ એવું માનતું નથી કે કંપનીઓ સ્વ-નિયમન કરી શકે છે, તેથી રાજકારણીઓ અને કાયદા ઘડનારાઓએ તેમાં હસ્તક્ષેપ કરવાની જરૂર છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું આ અંગે અમેરિકામાં કાયદો ઘડવો જોઈએ, ત્યારે તેમણે તુરંત જવાબ આપ્યો, “ચોક્કસપણે.”
બિલ ગેટ્સના મતે, સુરક્ષાત્મક પગલાં અને દેખરેખ અંગે ચર્ચા કરવા માટે રાજકારણીઓ અને કાયદા અમલીકરણ સંસ્થાઓની સંડોવણી આવશ્યક છે. જોકે આનાથી ઉદ્યોગ પર અમુક વહીવટી બોજ પડી શકે છે, તેમ છતાં તેનાથી તેમના કામની ગતિમાં કોઈ નોંધપાત્ર અવરોધ આવશે નહીં. તેમણે અમેરિકનોને આ જોખમોને અવગણવા નહીં તેવી અપીલ કરી હતી.
વધુ વાંચો: એથેન્સમાં ભયાનક વિસ્ફોટ: બે માળની ઇમારત ધરાશાયી, 6 લોકોનાં મોત


