Homeગુજરાતીદેશ-વિદેશએશિયન ગેમ્સ: પાકિસ્તાનને 4-3થી હરાવી ભારતીય પુરુષ હોકી ટીમ ફાઇનલમાં, ગોલ્ડ પર...

એશિયન ગેમ્સ: પાકિસ્તાનને 4-3થી હરાવી ભારતીય પુરુષ હોકી ટીમ ફાઇનલમાં, ગોલ્ડ પર નજર

નવી દિલ્હી, 1 ઓક્ટોબર 2026: એશિયન ગેમ્સમાં ભારતીય પુરુષ હોકી ટીમે પોતાના ચિરપરિચિત પ્રતિસ્પર્ધી પાકિસ્તાનને એક અત્યંત રોમાંચક સેમિફાઇનલ મુકાબલામાં 4-3થી માત આપીને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. ભારતે સતત બીજી વાર એશિયાડના ખિતાબી મુકાબલામાં સ્થાન બનાવ્યું છે. ઉલ્લેખનીય છે કે ભારતની પુરુષ અને મહિલા બંને હોકી ટીમો આ વખતે એશિયન ગેમ્સની ફાઇનલમાં પહોંચી છે.

ભારતે મેચની પ્રથમ મિનિટથી જ પાકિસ્તાન પર દબાણ બનાવવાનું શરૂ કર્યું હતું. પ્રથમ ક્વાર્ટરમાં કેપ્ટન હરમાનપ્રીત સિંહે ૫મી અને 13મી મિનિટે પેનલ્ટી કોર્નર પર બે શાનદાર ગોલ કરીને ભારતને 2-0ની સરસાઈ અપાવી હતી. ત્યારબાદ બીજા ક્વાર્ટરમાં 23મી મિનિટે સુખજીત સિંહે ફિલ્ડ ગોલ કરીને સ્કોર 3-0 કરી દીધો હતો. જોકે, બીજા ક્વાર્ટરના અંતમાં ૩૦મી મિનિટે પાકિસ્તાનના અબુ મહમૂદે ગોલ કરીને સ્કોર 3-1કર્યો હતો. હાફ ટાઇમ સુધી ભારતીય ટીમ 3-1થી આગળ હતી.

હાફ ટાઇમ પછી પાકિસ્તાને રમતમાં કમબેક કર્યું હતું. ત્રીજા ક્વાર્ટરમાં ૪૫મી મિનિટે હનન શાહિદે ફિલ્ડ ગોલ કર્યો હતો, જ્યારે ચોથા ક્વાર્ટરની શરૂઆતમાં જ 49મી મિનિટે વહીદ રાણાએ ગોલ કરીને સ્કોર ૩-૩થી સરભર કરી દીધો હતો. એક સમયે 3-0થી આગળ રહેલા ભારત પર છેલ્લી મિનિટોમાં ભારે દબાણ આવી ગયું હતું.

  • છેલ્લી સેકન્ડોમાં અભિષેક બન્યો હીરો

જ્યારે મેચ ડ્રો તરફ જઈ રહી હોય તેમ લાગતું હતું, ત્યારે મેચ પૂરી થવાની માત્ર 69 સેકન્ડ પહેલાં (60મી મિનિટે) અભિષેકે શાનદાર ફિલ્ડ ગોલ દાધીને ભારતને 4-3ની નિર્ણાયક સરસાઈ અપાવી હતી અને ભારતને જીત અપાવી હતી. પાછલા 10 વર્ષોમાં પાકિસ્તાન સામે ભારતીય હોકી ટીમ અજેય રહી છે. વિતેલા ૨૧ મુકાબલાઓમાંથી ભારતે 19માં જીત મેળવી છે જ્યારે 2 મેચ ડ્રો રહી છે. ભારતીય ટીમ જો ફાઇનલમાં ગોલ્ડ મેડલ જીતે છે તો તે 2028 ઓલિમ્પિક્સ માટે સીધી ક્વોલિફાય થઈ જશે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular