Homeગુજરાતીગુજરાતગુજરાત વિદ્યાપીઠમાં સરદાર પટેલના જીવન કવચને ઉજાગર કરતા છાયા ચિત્રોનું પ્રદર્શન

ગુજરાત વિદ્યાપીઠમાં સરદાર પટેલના જીવન કવચને ઉજાગર કરતા છાયા ચિત્રોનું પ્રદર્શન

ગાંધીનગર, 27 નવેમ્બર, 2026 : Exhibition of shadow paintings highlighting Sardar Patel’s life story at Gujarat Vidyapith રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે ભારતના લોખંડી પુરુષ, અખંડ ભારતના ઘડવૈયા અને રાષ્ટ્રીય એકતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના ઐતિહાસિક ઉપલક્ષ્યમાં ગૂજરાત વિદ્યાપીઠ ખાતે ‘સરદાર પટેલ: જીવન અને કાળ’ વિષયક વિશેષ પ્રદર્શનીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનીનું આયોજન નવી પેઢીને સરદાર સાહેબના આદર્શો, રાષ્ટ્રભક્તિ અને તેમના અપ્રતિમ યોગદાનથી પરિચિત કરાવવાના ઉમદા હેતુથી કરવામાં આવ્યું છે.

આ વિશેષ પ્રદર્શનીમાં સરદાર વલ્લભભાઈ પટેલના કરમસદના બાળપણથી લઈને બેરિસ્ટર તરીકેની કારકિર્દી, ખેડા અને બારડોલી સત્યાગ્રહ જેવા ઐતિહાસિક આંદોલનો, ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં તેમના અનન્ય યોગદાન, દેશી રજવાડાઓના એકીકરણની કપરી અને ઐતિહાસિક કામગીરી તેમજ અખંડ ભારતના નિર્માણમાં તેમની નિર્ણાયક ભૂમિકાને દર્શાવતાં 251 દુર્લભ છાયાચિત્રો અને મૂળ ઐતિહાસિક દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા છે. આમાંના ઘણા દસ્તાવેજો અને તસવીરો અત્યાર સુધી સામાન્ય જનતા માટે અપ્રકાશિત રહ્યા હતા, જે ઇતિહાસપ્રેમીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

મુલાકાતીઓ સરદાર સાહેબના જીવન અને કાર્યોને સરળતાથી અને ઊંડાણપૂર્વક સમજી શકે તે માટે આ સમગ્ર પ્રદર્શનને 28 વિષયગત તથા કાલાનુક્રમિક વિભાગોમાં અત્યંત સુંદર અને વૈજ્ઞાનિક રીતે વિભાજિત કરવામાં આવ્યું છે. દરેક વિભાગ સરદાર સાહેબના જીવનના એક મહત્ત્વપૂર્ણ તબક્કાને ઉજાગર કરે છે, જે મુલાકાતીઓને તેમના સંઘર્ષ, સમર્પણ અને રાષ્ટ્રપ્રેમની ઝીણવટભરી ઝાંખી કરાવે છે.

આ ગરિમામય પ્રસંગે ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ ડૉ.હર્ષદ પટેલ તથા ભારતીય ઐતિહાસિક અનુસંધાન પરિષદના અધ્યક્ષ પ્રો. રઘુવેન્દ્ર તંવર, પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તથા વિદ્યાપીઠના પદાધિકારીઓ, અધિકારીઓ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા.

આ ઐતિહાસિક વારસાને નિહાળવા માટે જાહેર જનતા, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, સંશોધકો અને ઇતિહાસપ્રેમીઓને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ પ્રદર્શની તા.2 ડિસેમ્બર, 2026 સુધી જાહેર જનતા માટે ખુલ્લી રાખવામાં આવશે. મુલાકાતીઓ દરરોજ સવારે 10:30 થી સાંજે 6:00 કલાક દરમિયાન ગૂજરાત વિદ્યાપીઠ સ્થિત મહાદેવ દેસાઈ ઉપાસના ખંડ ખાતે પધારી આ દુર્લભ પ્રદર્શનીનો લાભ લઈ શકશે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img