Homeગુજરાતીગુજરાતસુઈગામ, બેણપ માઈનોર કેનાલમાં પાણી ન છોડાતા ખેડૂતોએ કરી રજુઆત

સુઈગામ, બેણપ માઈનોર કેનાલમાં પાણી ન છોડાતા ખેડૂતોએ કરી રજુઆત

થરાદ, 24 નવેમ્બર, 2026 : Farmers protest against non-release of water in Suigam, Benap Minor Canal જિલ્લાના સુઈગામ, ભરડવા, બેણપ અને દેવપુરા વિસ્તારમાં નર્મદાની માઈનોર કેનાલમાં પાણી ન છોડાતા રવિ સીઝન ટાણે જ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ત્રણેય ગામના ખેડૂતો થરાદમાં આવેલી  નર્મદા નિગમની કચેરીએ પહોંચ્યા હતા. અને કેનાલમાં તાત્કાલિક પાણી છોડવાની માંગ કરી હતી.

નર્મદા નિગમની જિલ્લા કચેરીમાં ખેડૂતોએ એવી રજુઆત કરી હતી કે,  માડકા બ્રાન્ચ કેનાલમાંથી નીકળતી સુઈગામ-બેણપ માઇનોર કેનાલનું પાણી હજારો હેક્ટર જમીન સુધી પહોંચતું નથી. ખેડૂતોએ મોંઘા બિયારણથી જીરું, એરંડા, રાઈ, મકાઈ અને ઘાસચારાનું વાવેતર કર્યું છે. પાણી ન મળતાં પાકને નુકસાન થવાની ભીતિ છે.  ખેડૂતોએ એવો આક્ષેપ કર્યો હતો. કે છેલ્લા 15 દિવસથી કેનાલમાં પાણી આવતું નથી. અગાઉ મુખ્ય કેનાલમાંથી 130ના લેવલે પાણી મળતું હતું, જે હવે ઘટાડીને 60ના લેવલે કરાયું છે. આથી સુઈગામ, ભરડવા, બેણપ, ગોલબ અને રડોસણના ખેડૂતોને સિંચાઈમાં મુશ્કેલી પડી રહી છે.

ખેડૂતોએ કચેરીમાં ‘નર્મદા વિભાગ હોશમાં આવો, ખેડૂતોને પાણી આપો’ના નારા લગાવ્યા હતા. તેમણે રવિ સિઝનમાં નિયમિત અને પૂરતું પાણી આપવા તેમજ કેનાલમાં અગાઉની જેમ પાણી શરૂ કરવાની માંગ કરી હતી. નિગમને કરાયેલી રજૂઆતમાં ખેડૂત વિહાજી રાજપૂત (પૂર્વ સરપંચ), નાગજી રાજપૂત અને સુઈગામ જિલ્લા પંચાયતના ભાજપના સભ્ય દુદાજી રાજપૂત જોડાયા હતા.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img