Homeગુજરાતીગુજરાતગાંધીનગરમાં ફાયર NOC ન હોય એવા બિલ્ડિંગો સામે GMC દ્વારા કાર્યવાહી કરાશે

ગાંધીનગરમાં ફાયર NOC ન હોય એવા બિલ્ડિંગો સામે GMC દ્વારા કાર્યવાહી કરાશે

ગાંધીનગર, 24 નવેમ્બર, 2026 : GMC to take action against buildings without fire NOC પાટનગર ગાંધીનગરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફાયર એનઓસી ન હોય એવા એકમો સામે કડક કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા છે. શહેરના રહેણાંક અને વ્યવસાયિક સહિતના તમામ એકમોને ફરીવાર ફાયર સેફ્ટી સર્ટિફિકેટ પ્રાપ્ત કરી લેવા માટે આદેશ આપવામાં આવ્યો છે. આગામી દિવસોમાં ફાયર વિભાગની વિવિધ ટીમો શહેરના અલગ-અલગ વિસ્તારોમાં જઈને ફાયર એનઓસીની તપાસ માટે સઘન ઝુંબેશ હાથ ધરાશે.

જીએમસીના ફાયર વિભાગના મુખ્ય અધિકારીના કહેવા મુજબ ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનની હદમાં રહેતા નાગરિકો, વ્યાપારીઓ અને વિવિધ સંસ્થાઓને આગથી સુરક્ષાના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા માટે ફાયર એન્ડ ઇમરજન્સી શાખા દ્વારા ફરી એકવાર સૂચના આપી છે. રાજ્ય સરકારના જાહેરનામા મુજબ દરેક પ્રકારની બિલ્ડિંગ માટે ફાયર સેફ્ટી પ્રમાણપત્ર મેળવવું, તેને કાર્યરત રાખવું અને નિયત સમયે તેનું નવીનીકરણ કરાવવું અનિવાર્ય છે. આ નિયમો હેઠળ હોટેલ, ફ્લેટ-એપાર્ટમેન્ટ જેવી રહેણાંક ઈમારતો ઉપરાંત શાળા-કોલેજ, હોસ્પિટલ, નર્સિંગ હોમ, થિયેટર, પાર્ટી પ્લોટ, મોલ્સ, કોમર્શિયલ બિલ્ડિંગ, મર્કેન્ટાઈલ બિલ્ડિંગ, ગોડાઉન અને જોખમી સામગ્રી ધરાવતા એકમોનો સમાવેશ થાય છે. ફાયર સેફ્ટી સંબંધિત તમામ અરજીઓ, જેમાં ફાયર પ્લાન મંજૂરી, ફાયર સેફ્ટી સર્ટિફિકેટ મંજૂરી, સર્ટિફિકેટ રિન્યુઅલ અને હંગામી સ્ટ્રક્ચર માટે ફાયર સેફ્ટી સર્ટિફિકેટ મંજૂરી સામેલ છે તે ગુજરાત સરકારના ઓનલાઈન પોર્ટલ પર કરવાની રહેશે.

શહેરમાં વિવિધ ઈમારતોમાં ફાયર સિસ્ટમ અંગે નિયમિત તાલીમ અને મોકડ્રીલ યોજવી પણ ફરજિયાત બનાવવામાં આવી છે. ફાયર સેફ્ટી સર્ટિફિકેટનું નવીનીકરણ રાજ્ય સરકાર દ્વારા તાલીમ પામેલા ક્વોલિફાઈડ ફાયર સેફ્ટી ઓફિસર મારફતે ઓનલાઈન પોર્ટલ દ્વારા જ કરાવી શકાશે.ફાયર વિભાગ દ્વારા સ્પષ્ટ ચેતવણી અપાઈ છે કે ફાયર સેફ્ટી સર્ટિફિકેટ મેળવવાની, ફાયર સિસ્ટમ ચાલુ સ્થિતિમાં રાખવાની અને તેનું રિન્યુઅલ કરાવવાની સંપૂર્ણ જવાબદારી જે-તે ઈમારતના માલિકો, હોદ્દેદારો, સંચાલકો કે કબજેદારોની રહેશે. ફાયર બ્રિગેડની ટીમો આગામી દિવસોમાં વિવિધ વિસ્તારોમાં સર્ટિફિકેટની ચકાસણી કરશે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img