Homeગુજરાતીદેશ-વિદેશપાકિસ્તાનના કરાચીમાં ગમખ્વાર દુર્ઘટના! 6 માળની ઇમારત ધરાશાયી, 4નાં મોત અને 17...

પાકિસ્તાનના કરાચીમાં ગમખ્વાર દુર્ઘટના! 6 માળની ઇમારત ધરાશાયી, 4નાં મોત અને 17 લોકો લાપતા

કરાચી, 26 નવેમ્બર 2026: પાકિસ્તાનના કરાચીમાં નિર્માણાધીન છ માળની એક ઈમારત ધરાશાયી થતાં ચાર લોકોનાં મોત થયાં છે અને અન્ય 14 લોકો ઘાયલ થયા છે. કાટમાળ નીચે ફસાયેલા 17 લોકોને શોધવા માટે બચાવ કામગીરી ચાલી રહી છે. આ ઘટના કરાચીના બલૂન કોલોની વિસ્તારમાં બની હતી.

સમાચાર એજન્સી એપી (AP) અનુસાર, પોલીસે જણાવ્યું કે બચાવકર્મીઓએ અત્યાર સુધી કાટમાળમાંથી 14 ઘાયલ લોકોને બહાર કાઢ્યા છે.

અત્યાર સુધીમાં ચાર મૃતદેહો મળી આવ્યા

સરકારી અધિકારી નસરુલ્લા અબ્બાસીએ જણાવ્યું હતું કે, ઈમારત ધરાશાયી થયા બાદ 17 લોકો ગુમ હોવાની જાણ પરિવારોએ સત્તાવાળાઓને કરી હતી. બચાવ ટુકડીઓએ શરૂઆતમાં એક વ્યક્તિના મૃત્યુની પુષ્ટિ કરી હતી, પરંતુ રાત્રિ દરમિયાન હાથ ધરવામાં આવેલા બચાવ અભિયાનમાં વધુ ત્રણ મૃતદેહો મળી આવ્યા હતા.

એવું જાણવા મળ્યું છે કે રહેણાંક ઉપયોગ માટે નિર્ધારિત જમીન પર આ ઈમારત ગેરકાયદેસર રીતે બાંધવામાં આવી રહી હતી. સિંધના મુખ્યમંત્રી મુરાદ અલી શાહે આ બાંધકામ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને કાર્યવાહી કરવાનું વચન આપ્યું હતું.

વધુ વાંચો: ભિવંડીમાં કમિશનરના બંગલા પાસે ગટરની સફાઈ કરવા ઉતરેલા બે મજૂરોનાં ગૂંગળામણથી મોત

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img