Homeગુજરાતીગુજરાતસુરતના ડુમસમાં હવે સી ફેઈસની મુલાકાત માટે પ્રવેશ ફી વસુલાશે, મ્યુનિનો નિર્ણય

સુરતના ડુમસમાં હવે સી ફેઈસની મુલાકાત માટે પ્રવેશ ફી વસુલાશે, મ્યુનિનો નિર્ણય

સુરત, 22 નવેમ્બર,2026 : Dumas will now charge an entry fee for visiting sea faces શહેર નજીક ડુમસ સી ફેસમાં તમામ લોકો માટે પ્રવેશ નિશુલ્ક હતો. વાહનોના પાર્કિંગના પણ પેસા આપવા પડતા નહતા. તેના લીધે રજાઓના દિવસોમાં શહેરના લોકો ઉમટી પડતા હતા. પરંતુ હવે મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધિશોએ ડુમસ સી ફેસ પ્રોજેક્ટના ઝોન-1 ખાતે પ્રવેશ ફી અને પાર્કિંગ ફી લેવાની મંજુરી આપી દેવામાં આવી છે. મ્યુનિની વોટર રીસોસીર્સ એન્ડ રીક્રીએશન સેલ દ્વારા તૈયાર કરાયેલી આ દરખાસ્ત પર સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરી આપી દીધી છે. જે મુજબ હવે ડૂમસ સી ફેસમાં પ્રવેશ માટે 12 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિ દીઠ પ્રતિ દિન રૂ. 20 વસૂલવામાં આવશે. નાના બાળકો એટલે કે 3થી 12 વર્ષના બાળકો તેમજ 65 વર્ષ અને તેથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો માટે પ્રતિ દિન રૂ. 10 ફી નક્કી કરાઈ છે, જ્યારે 3 વર્ષ સુધીના નાના બાળકો માટે પ્રવેશ સંપૂર્ણપણે નિઃશુલ્ક રહેશે. આ ઉપરાંત વાહનોના પાર્કિંગ માટે પણ ચાર્જ વસુલવામાં આવશે.

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડૂમસ સી ફેસ પ્રોજેક્ટનું ગઈ તા. 8 માર્ચ, 2026ના રોજ લોકાર્પણ કરાયુ હતું. હાલ સી ફેસની મુલાકાતે મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી રહ્યા છે. આ પ્રોજેક્ટની જાળવણી અને સહેલાણીઓની સુરક્ષા જાળવવી જરૂરી બની છે. આ ઉપરાંત, વીજળી બિલ, લેન્ડસ્કેપિંગ માટે પાણી અને અન્ય નિભાવ ખર્ચને પહોંચી વળવા તથા પ્રોજેક્ટને સેલ્ફ સસ્ટેનેબલ બનાવવા માટે સુરત કિલ્લો, સરથાણા નેચર પાર્ક અને ગોપી તળાવની જેમ અહીં પણ ટિકિટ દર લાગુ કરવાનો મ્યુનિ. દ્વારા નિર્ણય લેવાયો છે. જ્યાં સુધી આર.એફ.પી. દ્વારા નવી એજન્સીની નિમણૂક ન થાય ત્યાં સુધી આ દર અમલમાં રાખવા મંજૂરી અપાઈ છે.

મ્યુનિના સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કરાયેલી દરખાસ્ત મુજબ પ્રવેશ ફી અંતર્ગત 12 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિ દીઠ પ્રતિ દિન રૂ. 20 વસૂલવામાં આવશે. નાના બાળકો એટલે કે 3થી 12 વર્ષના બાળકો તેમજ 65 વર્ષ અને તેથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો માટે પ્રતિ દિન રૂ. 10 ફી નક્કી કરાઈ છે, જ્યારે 3 વર્ષ સુધીના નાના બાળકો માટે પ્રવેશ સંપૂર્ણપણે નિઃશુલ્ક રહેશે. જ્યારે પાર્કિંગ ફીમાં વાહન દીઠ પ્રતિ દિનના ધોરણે ફોર વ્હીલર વાહન માટે રૂ. 30, થ્રી વ્હીલર વાહન માટે રૂ. 25, ટુ વ્હીલર વાહન માટે રૂ. 10 અને બસ તેમજ હેવી કોમર્શિયલ વ્હીકલ માટે રૂ. 90 ચાર્જ રાખવામાં આવ્યો છે, જ્યારે ઈલેક્ટ્રીક વાહન માટે પાર્કિંગ નિઃશુલ્ક રાખવામાં આવ્યું છે. સ્થાયી સમિતિની મંજૂરી બાદ હવે આ દરખાસ્ત સામાન્ય સભા સમક્ષ અંતિમ નિર્ણય માટે રજૂ કરવામાં આવશે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img