Homeગુજરાતીગુજરાતસુરતના સચિન જીઆઈડીસીમાં કાપડની ફેકટરીમાં લાગેલી ભીષણ આગ પર કાબુ મેળવાયો

સુરતના સચિન જીઆઈડીસીમાં કાપડની ફેકટરીમાં લાગેલી ભીષણ આગ પર કાબુ મેળવાયો

સુરત, 20 નવેમ્બર, 2026 : Massive fire in textile factory શહેરના સચિન જીઆઈડીસીના હોજીવાલા રોડ પર આવેલી ટ્રેકપેન્ટ અને ટી-શર્ટ બનાવતી ‘સુમીરો’ નામની કાપડની ફેક્ટરીમાં ગત 18મીની રાત્રે લાગેલી ભીષણ આગ પર કલાકોની જહેમત બાદ ફાયર વિભાગે કાબુ મેળવ્યો છે. કાપડની ફેટકરીમાં લાગેલી આગને કાબૂમાં લેવા માટે 10થી વધુ ફાયર સ્ટેશનની 20થી વધુ ગાડીએ આખી રાત જહેમત ઉઠાવી હતી. બુધવારે રાત્રે આશરે 10 વાગ્યાની આસાપાસ લાગેલી આગ ગુરૂવારે સવારે 8 વાગ્યે કાબૂમાં આવી હતી. આ દુર્ઘટનામાં કંપનીની અંદાજે 100 મશીનરી, તૈયાર માલ અને કાચો માલ મળીને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. ફાયર વિભાગ દ્વારા હાલ કુલિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે.

આ બનાવની વિગત એવી છે કે, સુરત શહેરમાં સચિન જીઆઈડીસી વિસ્તારમાં હોજીવાલા રોડ પર આવેલી સુમીરો નામની કાપડની ફેકટરીમાં બુધવારની રાત્રે 9 વાગ્યા આસપાસ આગ લાગી હતી. અને આગે જોતજોતામાં વિકરાળરૂપ ધારણ કર્યું હતું.  આગ કાપડના જથ્થાને કારણે લિફ્ટ અને બારીઓ મારફતે ઉપરના માળ સુધી પ્રસરી ગઈ હતી. બચાવ કામગીરી દરમિયાન ફાયરના જવાનો જ્યારે ઉપરના ફ્લોર પર આગ બુઝાવી રહ્યા હતા, તે જ સમયે ગ્રાઉન્ડ ફ્લોર પર પણ આગ લાગતા પાણીના મારાથી ભારે ધુમાડો ઉપર ચડ્યો હતો અને અવરજવરની સીડી બ્લોક થઈ ગઈ હતી. પરિણામે ઉપરના માળે ફસાયેલા ફાયર જવાનોને ત્વરિત અને સાવચેતીપૂર્વક પાછળના ભાગેથી સીડી લગાવીને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરાયા હતા.

કંપનીના મેનેજનના કહેવા મુજબ રાત્રે પોણા નવ વાગ્યાની આસપાસ આગ લાગી હતી. હું 8:30 વાગ્યે કંપની બંધ કરીને ગયો હતો અને ત્યારબાદ આગ લાગ્યાનો ફોન આવતા હું અહીં પહોંચ્યો હતો. સિક્યોરિટી ગાર્ડના જણાવ્યા મુજબ નીચે શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. આગમાં અંદાજે 100 મશીન બળીને ખાક થઈ ગયા છે. આશરે ₹50 લાખથી વધુનો તૈયાર માલ, ₹14 લાખનો નવો માલ અને લગભગ ₹50 લાખનો રો માલ બળી જતાં કરોડો રૂપિયાનું નુકસાન થયું છે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img