Homeગુજરાતીખોરાકરાઈસ સાથે લાગશે એકદમ જોરદાર! ઘરે બનાવો લસણ મરીનું ચટાકેદાર રસમ

રાઈસ સાથે લાગશે એકદમ જોરદાર! ઘરે બનાવો લસણ મરીનું ચટાકેદાર રસમ

રેસીપી, 19 નવેમ્બર 2026: દક્ષિણ ભારતીય ભોજનની શાન ગણાતું રસમ માત્ર સ્વાદિષ્ટ જ નથી, પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ઔષધી સમાન છે. ખાસ કરીને બદલાતી ઋતુમાં, ચોમાસામાં કે શિયાળાની ઠંડીમાં જ્યારે ગળામાં ખરાશ, શરદી-ઉધરસ કે અપચાની સમસ્યા થાય, ત્યારે ગરમાગરમ લસણ-મરીનું રસમ પીવાથી તરત જ રાહત મળે છે.

લસણની તીખાશ, કાળા મરીનો સ્વાદ, ટામેટાં-આંબલીની ખટાશ અને ઘીમાં કરેલો સુગંધિત વઘાર આ રસમને અદભૂત બનાવે છે. તમે તેને સૂપની જેમ ગરમાગરમ પી શકો છો અથવા ભાત સાથે પણ માણી શકો છો.

લસણ મરીનું રસમ રેસીપી

રસમ મસાલા માટે સામગ્રી

10–12 લસણની કળીઓ

2 ચમચી આખા કાળા મરી

1 ચમચી જીરું

2 સૂકા લાલ મરચાં

1 ચમચી આખા ધાણા (ઓપ્શનલ)

રસમ માટે સામગ્રી

સમારેલાં 2 મધ્યમ કદના ટામેટાં

આંબલી

¼ ચમચી હળદર પાવડર

½ ચમચી લાલ મરચું પાવડર (ઓપ્શનલ)

2 મોટી ચમચી બાફેલી તુવેરની દાળ (ઓપ્શનલ)

સ્વાદ અનુસાર મીઠું

3 કપ પાણી

1 મોટી ચમચી સમારેલી કોથમીર

વઘાર માટે સામગ્રી

1 મોટી ચમચી ઘી

½ ચમચી રાઈ

½ ચમચી જીરું

2 સૂકા લાલ મરચાં

8–10 મીઠા લીમડાના પાન (મીઠો લીમડો)

એક ચપટી હિંગ

લસણ-મરીનું રસમ બનાવવાની રીત

સૌ પ્રથમ આંબલીને ગરમ પાણીમાં 10 મિનિટ માટે પલાળી રાખો. ત્યારબાદ તેનો પલ્પ કાઢીને અલગ રાખો.

લસણ, કાળા મરી, જીરું, સૂકા લાલ મરચાં અને આખા ધાણાને ખાંડણી-દસ્તામાં અધકચરાં ખાંડી લો. એકદમ ઝીણો પાવડર ન બનાવવો.

એક વાસણમાં સમારેલાં ટામેટાં, હળદર, મીઠું અને ½ કપ પાણી ઉમેરો. ટામેટાં નરમ અને એકદમ પોચાં થઈ જાય ત્યાં સુધી પકાવો.

તેમાં આંબલીનો પલ્પ અને 2 કપ પાણી ઉમેરો. જરૂર જણાય તો લાલ મરચું પાવડર ઉમેરો અને 8–10 મિનિટ સુધી ધીમા તાપે ઉકાળો.

તૈયાર કરેલું લસણ-મરીનું મિશ્રણ તેમાં ઉમેરો અને ફરીથી 4–5 મિનિટ સુધી ધીમા તાપે ઉકાળો.

એક નાની કડાઈ કે તપેલીમાં ઘી ગરમ કરો. તેમાં રાઈ, જીરું, સૂકા લાલ મરચાં, મીઠા લીમડાના પાન અને હિંગ ઉમેરો.

તૈયાર કરેલો વઘાર રસમ પર રેડો. જ્યારે રસમ પર ફીણ આવવા લાગે, ત્યારે ગેસ બંધ કરી દો. રસમને ખૂબ જોરથી ઉકાળવો નહીં. ઉપરથી તાજી સમારેલી કોથમીર ભભરાવો અને ગરમાગરમ પીરસો.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img