Homeગુજરાતીગુજરાતસ્પીપા ખાતે સર્વગ્રાહી ગ્રામ વિકાસ માટેના વર્કશોપમાં 170 અધિકારીઓને તાલીમ

સ્પીપા ખાતે સર્વગ્રાહી ગ્રામ વિકાસ માટેના વર્કશોપમાં 170 અધિકારીઓને તાલીમ

અમદાવાદ, 19 નવેમ્બર, 2026 : 170 officers trained in workshop for holistic rural development  ભારત સરકારના ગ્રામીણ વિકાસ વિભાગની સૂચના અન્વયે ‘વિકસિત ભારત – ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ)’ એટલે કે ‘વીબી – જી રામ જી અધિનિયમ, ૨૦૨૫’ અંતર્ગત રાજ્યની તમામ ગ્રામ પંચાયતો દ્વારા તૈયાર કરવાના થતા ‘વિકસિત ગ્રામ પંચાયત પ્લાન’ (VGPP) પર સરદાર પટેલ રાજ્ય વહીવટ સંસ્થા (સ્પીપા), અમદાવાદ ખાતે એક દિવસીય વર્કશોપ સફળતાપૂર્વક યોજાયો હતો.

ગુજરાત રાજ્યના ગ્રામ વિકાસ વિભાગના કમિશનર અને અગ્ર સચિવ  ધનંજય દ્વિવેદીની સૂચના અને માર્ગદર્શન હેઠળ તથા રાજ્ય ગ્રામ વિકાસ સંસ્થાના વિશેષ નિયામક  સી. સી. કોટકની ઉપસ્થિતિમાં આ વર્કશોપ સંપન્ન થયો હતો. જેમાં વીબી – જી રામ જીના રાજ્ય સ્તરના અધિકારીઓ, રાજ્યના ૩૪ જિલ્લાઓના જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકો તથા જિલ્લા અને તાલુકા કક્ષાના અધિકારીઓ મળી કુલ ૧૭૦ સહભાગીઓ જોડાયા હતા.

વર્કશોપના પ્રારંભે વિશેષ નિયામક  સી. સી. કોટકે પ્રાસંગિક ઉદ્બોધન આપતાં વીબી – જી રામ જી અધિનિયમની મુખ્ય જોગવાઈઓ, વિકસિત ગ્રામ પંચાયત પ્લાનનું મહત્ત્વ, સહભાગી આયોજન, પીઆરએ (PRA) ટૂલ્સ, વિવિધ વિભાગો સાથે કન્વર્જન્સ અને અધિકારીઓની ભૂમિકા અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, VGPP નીચેથી ઉપરના આયોજન દ્વારા ગામની વાસ્તવિક જરૂરિયાતોને આધારે ટકાઉ સંપત્તિ નિર્માણ અને સર્વગ્રાહી ગ્રામ વિકાસને વેગ આપશે.

આ વર્કશોપ દરમિયાન VGPPનો પરિચય અને માળખું, અધિનિયમની જોગવાઈઓ, સહભાગીદારી આધારિત આયોજન, કામોની કેટેગરી, કન્વર્જન્સ તથા ગ્રામ પંચાયત વિકાસ પ્લાનની તૈયારી અને અમલીકરણ જેવા વિષયો પર વિસ્તૃત ચર્ચા અને ઓરિએન્ટેશન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત, પ્રિ-ટેસ્ટ અને પોસ્ટ-ટેસ્ટ દ્વારા સહભાગીઓની સમજણનું મૂલ્યાંકન પણ કરવામાં આવ્યું હતું.

ગુજરાત રાજ્ય આ ક્ષેત્રમાં દેશમાં અગ્રેસર રહીને ‘વિકસિત ભારત @૨૦૪૭’ના વિઝનને સાકાર કરવાની દિશામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. જેના ભાગરૂપે, તા. ૧૯ નવેમ્બર ૨૦૨૬થી વિકસિત ભારત ગ્રામીણ રોજગાર ગેરંટી અને આજીવિકા મિશન (ગ્રામીણ) અંતર્ગત તમામ ૩૪ જિલ્લાના જિલ્લા અને તાલુકા કક્ષાના આશરે ૪૧૯ અધિકારીઓ માટે બેચ વાઈઝ ત્રણ-ત્રણ દિવસની કુલ ૧૦ તાલીમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ તાલીમો દ્વારા VGPPની તૈયારી અને અમલીકરણ અંગે વધુ ગહન તાલીમ આપવામાં આવશે, જે ગ્રામીણ વિકાસમાં ગુણવત્તાયુક્ત આયોજન અને અસરકારક અમલીકરણની દિશામાં મજબૂત પાયો પૂરો પાડશે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img