Homeગુજરાતીગુજરાતગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસનો રોડમેપ તૈયાર, સુરજેવાલે બેઠકનો દૌર શરૂ કર્યો

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસનો રોડમેપ તૈયાર, સુરજેવાલે બેઠકનો દૌર શરૂ કર્યો

અમદાવાદ, 19 નવેમ્બર, 2026 : Congress’ roadmap ready for Gujarat assembly elections ગુજરાત વિધાનસભાની 2027ના વર્ષમાં ચૂંટણી યોજાશે. આ ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપે આદિવાસી વિસ્તાર પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ત્યારે કોંગ્રેસ પણ વિધાનસભાની ચૂંટણી માટેનો રોડ મેપ તૈયાર કર્યો છે. કોંગ્રેસના પ્રદેશ પ્રભારી રણદિપસિંહ સૂરજેવાલાએ બુધવારથી બે દિવસના પ્રવાસે આવ્યા છે. બે દિવસીય પ્રવાસ દરમિયાન રણદિપસિંહ સૂરજેવાલા રાજીવ ગાંધી ભવન ખાતે અલગ અલગ બેઠક યોજશે. જેમાં પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠકમાં અલગ અલગ મુદ્દાઓને લઈ ચર્ચા કરવામાં આવી હતી.

અમદાવાદમાં પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે બુધવારે પ્રદેશ પ્રભારીની હાજરીમાં જામનગર શહેરના આમ આદમી પાર્ટીના 30 જેટલા હોદ્દેદારો-કાર્યકરો કોંગ્રસેમાં જોડાયા હતા. રાજીવ ગાંધી ભવન ખાતે કોંગ્રેસની પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠક મળી હતી. જેમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, કાર્યકારી અધ્યક્ષની સાથે સાથે પ્રદેશના નેતાઓ સાથે સંગઠનની સ્થિતિ અને જમીન સ્તર પરની વાસ્તવિકતા સહિતના મુદ્દાઓ અંગે ચર્ચા કરી હતી. તેમજ મોંઘવારી, ખેડૂતોના મુદ્દે જનઆંદોલન કરવા માટે નિર્ણય લેવામાં આવ્યો હતો.આ બેઠકમાં કેવા પ્રકારે આંદોલનાત્મક કાર્યક્રમ કરવા તેને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

રાજીવ ગાંધી ભવન ખાતે પ્રદેશ પ્રભારીની ઉપસ્થિતિમાં તા. 19 નવેમ્બરના રોજ શહેર અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખો સાથે બેઠક યોજાશે. ત્યારબાદ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યો સાથે પણ બેઠક યોજશે. ચૂંટણી પહેલાં સંગઠનને મજબૂત બનાવવા, સ્થાનિક સ્તરે પક્ષની સ્થિતિનું મૂલ્યાંકન કરવા અને આગામી સમયની રાજકીય રણનીતિ નક્કી કરવા બેઠકમાં ચર્ચા કરાશે.

ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રભારી રણદિપસિંહ સુરજેવાલાએ જણાવ્યું હતું કે, બે દિવસ સુધી ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, પૂર્વ સાંસદો અને પ્રદેશના નેતાઓ સાથે આગામી કાર્યક્રમને લઈને બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવશે. ભાજપની નિષ્ફળતાના લોકો પીડિત છે. મોંઘવારીના કારણે ગૃહિણીઓનુ અને સામાન્ય વર્ગના લોકોનું બજેટ ખોરવાઈ ગયું છે. મોઘવારી અત્યારે ખૂબ જ વધી ગઈ છે. દાળ, ઘી, દૂધ, પનીર અન્ય ખાદ્ય ચીજ વસ્તુઓમાં 25થી 40 ટકા સુધીનો વધારો થયો છે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img