Homeગુજરાતીગુજરાતગાંધીનગરના પીંડારડા ગામ નજીક ટ્રકે રિક્ષા પર પલટી ખાતાં બે મહિલાનાં મોત

ગાંધીનગરના પીંડારડા ગામ નજીક ટ્રકે રિક્ષા પર પલટી ખાતાં બે મહિલાનાં મોત

 ગાંધીનગર, 6 ઓગસ્ટ 2026 : Two women died after a truck overturned onto a rickshaw રાજ્યમાં હાઈવે પર રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ ગાંધીનગરના પીડાંરડા ગામ નજીક સર્જાયો હતો. લોખંડના સળિયા ભરેલી ટ્રક ઢાળ પરથી લપસીને રિક્ષા પર પલટી ખાતાં રિક્ષામાં સવાર બે મહિલાના મોત નિપજ્યા હતા. જ્યારેરિક્ષાચાલકને ગંભીર ઈજાઓ પહોંચતાં હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે.

અકસ્માતના આ બનાવની વિગત એવી છે કે,  પીંડારડા ગામના રહેવાસી અને રિક્ષાચાલક નિકુલકુમાર બળદેવભાઈ રાવળ પોતાની રિક્ષામાં માતા જશીબેન બળદેવભાઈ રાવળ (ઉ.વ. 45) અને કુસુમબેન ભરતભાઈ રાવળ (ઉ.વ. 22)ને અલુવા હિલ્સ ખાતે મજૂરી માટે મૂકવા જઈ રહ્યા હતા. તે દરમિયાન  સવારે આશરે 8 વાગ્યાના સમયે અલુવા હિલ્સ તરફ જતા ઢાળ પર આગળ લોખંડના સળિયા ભરેલી આઇસર ટ્રક (નં. GJ-01-CY-4318) અચાનક પાછળ સરકવા લાગી હતી. સ્થિતિની ગંભીરતા જોતાં રિક્ષાચાલકે પોતાની રિક્ષા રસ્તાની બાજુએ ઉભી રાખી હતી. છતાં ટ્રક પાછળ સરકીને રિક્ષા પર પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં રિક્ષાચાલક બહાર ફંગોળાઈ જતાં બચી ગયા, પરંતુ પાછળ બેઠેલી બંને મહિલાઓ ટ્રક અને લોખંડના ભાર નીચે દબાઈ ગઈ. સ્થાનિક લોકોની મદદથી બંને મહિલાને બહાર કાઢવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ થતાં  108 એમ્બ્યુલન્સ અને પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. 108ના તબીબોએ બંને મહિલાઓને મૃત જાહેર કરી હતી. જ્યારે  રિક્ષાચાલકને ગંભીર હાલતમાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ કમરના મણકામાં ફ્રેક્ચર હોવાનું જણાવ્યું છે. આ બનાવ અંગે પેથાપુર પોલીસ સ્ટેશનમાં આઇસર ટ્રકના ચાલક વિરુદ્ધ બેદરકારીપૂર્વક વાહન ચલાવી મૃત્યુ અને ઈજા પહોંચાડવાના આરોપસર ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

સંબંધિત લેખો

Most Popular