કોલંબો, 07 ઓક્ટોબર 2026: શ્રીલંકાના ભૂતપૂર્વ ફર્સ્ટ લેડી શિરાંથી રાજપક્ષેની બુધવારે ધરપકડ કરવામાં આવી હતી. આ ધરપકડ તેમની એનજીઓ (NGO) ‘સિરીલિયા સવિયા’ના બેંક ખાતા સાથે સંકળાયેલા કથિત છેતરપિંડીના કેસના સંદર્ભમાં કરવામાં આવી હતી.
લાંચ કે ભ્રષ્ટાચારના આરોપોની તપાસ કરી રહેલા પંચના અધિકારીઓએ શ્રીલંકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મહિન્દા રાજપક્ષેની પત્નીની કોલંબોના પોલહેંગોડા સ્થિત તેમના નિવાસસ્થાનેથી ધરપકડ કરી હતી. 73 વર્ષીય શિરાંથી તબીબી સારવાર બાદ સોમવારે જ સિંગાપોરથી પરત ફર્યા હતા.
તે જ સવારે, પોલીસના ‘ફાઇનાન્શિયલ ક્રાઇમ્સ ડિવિઝન’ દ્વારા થતી ધરપકડને રોકવા માટે તેમના વકીલોએ આગોતરા જામીન માટેની અરજી દાખલ કરી હતી. જોકે, ‘ફાઇનાન્શિયલ ક્રાઇમ્સ ડિવિઝન’એ તેમને મંગળવારે 13 ઓક્ટોબરે હાજર રહેવા જણાવ્યું હતું.
શિરાંથી રાજપક્ષે સામે કયા આરોપો છે?
તપાસ પંચના જણાવ્યા અનુસાર, સરકારી માલિકીની બેંકમાંથી 1 કરોડ (10 મિલિયન) શ્રીલંકન રૂપિયા મેળવીને તે ભંડોળનો કથિત રીતે દુરુપયોગ કરવાના આરોપસર તેમની ધરપકડ કરવામાં આવી હતી; આમ કરીને તેમણે ‘જાહેર સંપત્તિ અધિનિયમ’ અને ભ્રષ્ટાચાર સંબંધિત કાયદાઓનું ઉલ્લંઘન કર્યું હતું.
વધુ વાંચો: મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં હથિયારોનો મોટો જથ્થો ઝડપાયો, નક્સલીઓની મોટી સાજિશ નિષ્ફળ


