Homeગુજરાતીગુજરાતઅમદાવાદમાં નવરાત્રિને લીધે લો-ગાર્ડન અને રતનપોળમાં ચળિયાચોળીની ધૂમ ખરીદી

અમદાવાદમાં નવરાત્રિને લીધે લો-ગાર્ડન અને રતનપોળમાં ચળિયાચોળીની ધૂમ ખરીદી

અમદાવાદ, 7 ઓક્ટોબર, 2026 :  Chaiyacholi shopping spree in Law Garden and Ratanpol નવરાત્રિના પર્વને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે શહેરના લો- ગાર્ડન અને રતનપોળમાં ચણિયાચોળીની ઘૂમ ખરીદી નિકળી છે. શહેરની યુવતીઓ તેમજ આજુબાજુના ગાંમડાઓમાંથી પણ યુવતીઓ ચણિયાચાળીની ખરીદી માટે આવી રહી છે. પરંપરાગત વસ્ત્રો માટે વર્ષોથી જાણીતા આ બજારમાં બજેટથી લઈને પ્રીમિયમ કલેક્શન સુધીની પસંદગી ઉપલબ્ધ છે.

અમદાવાદ શહેરમાં રતનપોળમાં ચણિયાચોળીના વેપારીના કહેવા મુજબ આ વખતે સારી ઘરાકી નિકળશે તેવી આશાએ ચણિયાચોળીનો અગાઉથી સ્ટોક તૈયાર કરી દીધો છે. નવરાત્રી માટેની ચણિયા ચોળીમાં કચ્છી કઢાઈ, મિરર વર્ક, આભલા વર્ક, ઘૂઘરા-ગોટા વર્ક, બાંધણી, બંધેજ, પટોળા પ્રિન્ટ અને ટ્રેડિશનલ પ્રિન્ટ સહિતની વેરાયટી મળે છે. હેવી એમ્બ્રોઇડરી અને પાર્ટી વેર ડિઝાઇન પણ યુવતીઓમાં લોકપ્રિય છે. ચણિયાના ઘેર, વર્ક અને ડિઝાઇન પ્રમાણે ભાવમાં તફાવત હોય છે. હળવા વર્કવાળા બજેટ સેટથી લઈને ભવ્ય અને હેવી વર્કવાળા સેટ સુધીના વિકલ્પો અહીં ઉપલબ્ધ છે.

 ચણિયા ચોળીના અન્ય વેપારીએ જણાવ્યું કે, શહેરના રતનપોળ ચણિયા ચોળી માટેનું જૂનું અને જાણીતું બજાર છે. અમારી દુકાન વર્ષો જૂની છે અને ત્યાં વિવિધ કલેક્શન તથા નવી વેરાયટી મળે છે. રાણીના હજીરા અને લો ગાર્ડનમાં ખરીદી કરવા જતા લોકોની સરખામણીએ અહીં સસ્તા ભાવે અને અલગ-અલગ વેરાયટીની ચણિયા ચોળી મળે છે. ચણિયા ચોળીના ભાવ રૂ.1,000થી શરૂ થાય છે, જ્યારે પ્રીમિયમ કલેક્શન રૂ.1,500થી રૂ.5,000 સુધીમાં મળે છે. તેમની દુકાનમાં બાંધણી, અજ્રખ, રોમન સિલ્ક, પટોળા સિલ્ક અને કચ્છી વર્કની ચણિયા ચોળી ઉપલબ્ધ છે.

વેપારીઓના કહેવા મુજબ  નવરાત્રી માટેનાં ચણિયાચાળી સહિત વસ્ત્રો તૈયાર કરવાની શરૂઆત છ-સાત મહિના પહેલાંથી થાય છે. શહેરના રામોલ, સી.ટી.એમ. અને બાપુનગર જેવા વિસ્તારોમાં મહિલાઓ ઘરે ચણિયા ચોળી બનાવે છે, જે નવરાત્રી પહેલાં વેપારીઓ ચણિયાચોળીનો જથ્થો ખરીદી લે છે.

આ ઉપરાંત શહેરના લો ગાર્ડન અને રાણીના હજીરા પાસે પણ ચળિયાચોળી બજાર આવેલુ છે. આજકાલ આ માર્કેટમાં પણ ચણિયાચોળી ખરીદવા માટે યુવતીઓની ભીડ જોવા મળી રહી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular