અમદાવાદ, 13 ઓક્ટોબર, 2026 : AMC Food Department inspected 148 food stalls at Garba venue શહેરમાં એસજી હાઈવે, એસપી રિંગરોડ સહિત અનેક સ્થળોએ પાર્ટી પ્લોટ્સમાં નવરાત્રી પર્વનું મેગા આયોજન કરવામાં આવ્યું છે. મોડી રાત સુધી ખેલૈયાઓ ગરબે ઘૂમે છે. પાર્ટી પ્લોટ્સમાં ગરબાના સ્થળોએ ખાણીપીણીના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે. ફુડ સ્ટોલમાં ગુણવત્તાયુક્ત ફુડ મળી રહે અને સ્વચ્છતા જળવાય છે કે કેમ તે માટે એએમસીના હેલ્થ ફૂડ વિભાગે 15 ગરબા સ્થળોએ 148 ફૂડ સ્ટોલની તપાસ કરી હતી. જેમાં 41 સ્ટોલ પાસે FSSAI રજિસ્ટ્રેશન ન હોવાથી સ્થળ પર જ કાર્યવાહી કરી રજિસ્ટ્રેશન અપાયા હતા. નાગરિકોને ગુણવત્તાયુક્ત ખાદ્ય પદાર્થો મળે તે હેતુથી આ તપાસ કરાઈ હતી, જેમાં 35 ખાદ્ય પદાર્થોના ટેસ્ટ કરાયા હતા. આગામી દિવસોમાં પણ ચેકિંગ ચાલુ રહેશે.
નવરાત્રી મહોત્સવના પ્રથમ નોરતે શહેરમાં આવેલ ગરબાના સ્થળોએ એએમસીના હેલ્થ ફુડ વિભાગની ટીમોએ તપાસ કરી હતી. આ તપાસ દરમિયાન ખાદ્ય પદાર્થોની ગુણવત્તા, સ્વચ્છતા તથા ખાદ્ય સુરક્ષાના નિયમોનું પાલન થાય છે કે કેમ તેની ચકાસણી કરી હતી. 148 જેટલા ફૂડ સ્ટોલમાંથી 41 જેટલા ખાદ્ય પદાર્થના નમુના લેવામાં આવ્યા હતા.35 જેટલા TPS મારફતે ખાદ્ય પદાર્થોના ટેસ્ટિંગ કરાયા હતા. જે માપદંડ મુજબ જણાયા હતા.
એએમસીના ફુડ વિભાગ દ્વારા એવો નિયબ બનાવાયો છે કે, ગરબા સ્થળો ઉપર જે ફૂડ સ્ટોલ લગાવવામાં આવ્યા હોય તેનું રજીસ્ટ્રેશન હોવું ફરજિયાત છે. તેમ છતાં પણ કેટલાક ગરબા આયોજનના ત્યાં લગાવવામાં આવેલા ફૂડ સ્ટોલમાં રજીસ્ટ્રેશન નહોતું જેને ચેકિંગ દરમિયાન બંધ કરાવવાનું હોય પરંતુ ફૂડ વિભાગ દ્વારા ગરબા આયોજકો અને સ્ટોલ ધારકોની વિનંતી બાદ સ્થળ ઉપર જ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા કરાવી દેવામાં આવી હતી.


