અમદાવાદ, 13 ઓક્ટોબર, 2026 : ST will run 3500 extra buses to meet the rush of Diwali tourist traffic ગુજરાતમાં દિવાળીના પ્રવાસી ટ્રાફિકને પહોંચી વળવા માટે 3500થી વધુ એસટીની એક્સ્ટ્ર બસ દોડાવવામાં આવશે. ખાસ કરીને સુરતથી સૌરાષ્ટ્રની ખાસ ટ્રીપ, અમદાવાદ-વડોદરાઅને રાજકોટથી પંચમહાલ સહિત આદિવાસી વિસ્તારમાં ખાસ એક્સ્ટ્રા બસો તેમજ દરેક જાણીતા ધાર્મિક સ્થળોએ જવા માટે એક્સ્ટ્ર બસો દોડાવવામાં આવશે. એસટીની એક્સ્ટ્રા બસોમાં ઓનલાઈન બુકિંગ કરી શકાશે, એકસ્ટ્રા બસો રાજયભરના જુદા જુદા ડિવિઝનોમાંથી વિવિધ રૂટો ઉપર દોડાવવામાં આવશે.
ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ સુરત વિભાગ દ્વારા ઉપાધ્યક્ષ અને વહીવટી સંચાલક જનરલ મેનેજર (સંચાલન) અને મુખ્ય પરિવહન અધિકારીની સુચના મુજબ તા.4/11થી તા.7/11 દરમિયાન દિવાળીના તહેવારો દરમ્યાન પોતાના વતનમાં જવા માટે સુરત શહેરમા વસતા સૌરાષ્ટ્ર, ઉતર ગુજરાતના રત્નકલાકારો તેમજ દાહોદ પંચમહાલના શ્રમજીવીઓ માટે 1600 જેટલી એકસ્ટ્રા બસો દોડાવવામાં આવશે. એકસ્ટ્રા બસો સાંજે 4થી રાત્રે 10 કલાક સુધી દોડાવવામાં આવશે. જે માટે મુસાફરો એડવાન્સમાં પોતાની ટીકીટ તેમજ ગ્રુપ બુકીંગ પણ કરાવી શકશે. તેમજ તમામ વાહનો કીમ ચોકડીથી ભારતમાલા હાઈવે ઉપરથી સંચાલન થશે જેને કારણે મુસાફરીનો સમય બચશે. આખી બસનું ગ્રુપ બુકિંગ કરાવનારને એસટી આપના દ્વારે અનુસાર તેઓને તેમની સોસાયટીથી તેમના વતન સુધી પહોંચાડવામાં આવશે. તા.04/11થી તા.7/11 દરમિયાન એકસ્ટ્રા ઉપડનાર બસોનું એડવાન્સ બુકિંગ એસટી સેન્ટ્રલ બસ સ્ટેશન સુરત, અડાજણ બસ સ્ટેશન, ઉધના બસ સ્ટેશન, કામરેજ બસ સ્ટેન્ડ, કડોદરા બસ સ્ટેશન તેમજ નિગમના તમામ બસ સ્ટેશનો ઉપરાંત એસટી દ્વારા નિમવામાં આવેલ બુકીંગ એજન્ટો, મોબાઈલ એપ, તથા નિગમની વેબસાઈટ ઉપરથી પણ ઓનલાઈન ટીકીટનું બુકિંગ કરી શકાશે.
આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, ભાવનગર, સહિત એસટીના તમામ ડિવિઝનો દ્વારા દિવાળીના ટ્રાફિકને પહોંચી વળવા માટે એક્સ્ટ્રા બસ દોડાવવામાં આવશે.


