સુરેન્દ્રનગર, 26 એપ્રિલ 2026: Police rescue kidnapped woman from car at Panshina checkpost જિલ્લાના પાણશીણા ચેકપોસ્ટ ખાતે પોલીસે વાહન ચેકિંગ દરમિયાન મહિલાનું અપહરણ કરીને કારમાં નાસી રહેલા ત્રણ આરોપીની અટકાયત કરીને મહિલાને મુક્ત કરાવી હતી. પાણશીણા પોલીસે વડોદરાના સયાજીગંજ પોલીસ સ્ટેશનમાંથી મળેલી બાતમીના આધારે નાકાબંધી ગોઠવી સફેદ સ્વિફ્ટ કારમાંથી અપહૃત મહિલાને સુરક્ષિત બચાવી લેવામાં આવી હતી.
સુરેન્દ્રનગર જિલ્લાની પાણશીણા પોલીસ ચૂંટણીલક્ષી પેટ્રોલિંગ હતી. દરમિયાન વડોદરાના સયાજીગંજ પોલીસ સ્ટેશનમાંથી ચોક્કસ બાતમી મળી હતી. માહિતી મુજબ, કે અપહરણકારો એક સફેદ સ્વિફ્ટ કારમાં મહિલાનું અપહરણ કરીને રાજકોટ તરફ જઈ રહ્યા છે. આથી, પાણશીણા ચેકપોસ્ટ ખાતે તાત્કાલિક નાકાબંધી ગોઠવવામાં આવી હતી. પોલીસે ચેકપોસ્ટ પર સતર્કતાપૂર્વક વોચ ગોઠવી શંકાસ્પદ સ્વિફ્ટ કારને રોકી હતી. તપાસ કરતા કારમાંથી અપહરણ કરાયેલી મહિલા મળી આવી હતી અને કારમાં સવાર ત્રણેય આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે અપહ્રત મહિલાને સુરક્ષિત રીતે મુક્ત કરાવી હતી, ત્યારબાદ આરોપીઓ, મહિલા અને ગુનામાં વપરાયેલી કારને વધુ કાર્યવાહી માટે વડોદરાના સયાજીગંજ પોલીસને સોંપવામાં આવી હતી. પકડાયેલા આરોપીઓમાં બાબુભાઈ રબારી, રાણાભાઈ ઉર્ફે રોહિત અને જયેશભાઈ ઉર્ફે ભીખોનો સમાવેશ થાય છે. આ સમગ્ર સફળ કામગીરી પાણશીણા પોલીસના ઇન્સ્પેક્ટર કે.ડી. જાદવ અને તેમની ટીમ દ્વારા ઝડપી અને અસરકારક રીતે પાર પાડવામાં આવી હતી.


