1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ધ્રાંગધ્રામાં પોલીસે જપ્ત કરેલા કેમિકલ ભરેલા ટેન્કરમાં આગ લાગી
ધ્રાંગધ્રામાં પોલીસે જપ્ત કરેલા કેમિકલ ભરેલા ટેન્કરમાં આગ લાગી

ધ્રાંગધ્રામાં પોલીસે જપ્ત કરેલા કેમિકલ ભરેલા ટેન્કરમાં આગ લાગી

0
Social Share

સુરેન્દ્રનગર, 26 એપ્રિલ 2026: Fire breaks out in tanker loaded with chemicals seized by police   ધ્રાંગધ્રા તાલુકા પોલીસે  NDPSના ગુનામાં જપ્ત કરાયેલા કેમિકલ ભરેલા ટેન્કરને પોલીસ સ્ટેશન નજીક પાર્ક કરાવ્યું હતું. દરમિયાન કેમિકલ ભરેલા ટેન્કરમાં એકાએક આગ ફાટી નિકળી હતી. આ ઘટનાથી આ વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ટેન્કરમાંથી અચાનક ધુમાડા સાથે આગની જ્વાળાઓ નીકળવા લાગી હતી. ટેન્કરમાં જ્વલનશીલ કેમિકલ હોવાથી આગ વધુ પ્રસરે અને મોટો અકસ્માત થાય તેવી ભીતિ સેવાઈ રહી હતી. ફાયર ફાઇટરોએ પાણીનો સતત મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.

આ બનાવની વિગત એવી છે કે, ધ્રાંગધ્રા તાલુકા પોલીસે NDPSના ગુનામાં કેમિકલ ભરેલા ટેન્કરને ડિટેઈન કરીને પોલીસ સ્ટેશન નજીક ખૂલ્લી જગ્યામાં પાર્ક કર્યું હતું. દરમિયાન કોઈ કારણોસર કેમિકલ ભરેલા ટેન્કરમાં આગ ફાટી નિકળી હતી. ટેન્કરમાં જ્વલનશીલ કેમિકલ હોવાથી આગ વધુ પ્રસરે અને મોટો અકસ્માત થાય તેવી ભીતિ સેવાઈ રહી હતી. આ બનાવની જાણ થતાં જ DySP જે.ડી. પુરોહિત સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો. સુરક્ષાના ભાગરૂપે પોલીસે આસપાસના વિસ્તારમાંથી લોકોને દૂર ખસેડ્યા હતા અને માર્ગ પરનો વાહન વ્યવહાર બંને તરફથી બંધ કરી દીધો હતો. નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરાતા, ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર ફાઇટરોએ ત્રણ ફાયર ટેન્ડરની મદદથી પાણીનો મારો ચલાવી આગ પર સમયસર કાબૂ મેળવ્યો હતો.

પ્રાથમિક તપાસ મુજબ, આગ ટેન્કરના નીચેના ભાગેથી શરૂ થઈ હોવાનું મનાય છે. સંભાવના છે કે પહેલા ટાયરમાં આગ લાગી હશે અને પછી તે સમગ્ર ટેન્કરમાં ફેલાઈ હશે. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી અને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ અને ફાયર વિભાગની સમયસરની કામગીરીને કારણે આ ગંભીર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને એક મોટી દુર્ઘટના ટળી ગઈ છે. ઘટના બાદ વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code