અમદાવાદ, 24 નવેમેબર, 2026 : Police catch mobile snatcher after 15 km chase શહેરના એલિસબ્રિજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં માદલપુર ગામ ગરનાળા નજીક બાઈકચાલકે પોલીસને જોઈને બાઈક પૂરઝડપે દોડાવતા શંકાના આધારે પોલીસ કોન્સ્ટેબલ ચિંતન પંડ્યાએ બાઈક પર પીછો કર્યો હતો. બાઈક પર સવાર બે શખસો હતા. તેમને ઊભા રહેવાનો ઈશારો કરવા છતાંયે બાઈક ઊભુ ન રાખતા પોલીસ કોન્સ્ટેબલે 15 કિલોમીટર સુધી પીછો કરતા બાઈક પરથી કૂદકો મારીને એક શખસ નાસવા જતા કોન્સ્ટેબલે તેની પાછળ દોડીને ઝડપી લીધો હતો. આ શખસની પૂછતાછ કરતા તે મોબાઈલ ફોન સ્નેચરો હોવાનું કહ્યું હતુ, બન્ને શખસો સરખેજ , સેટેલાઈટ , બોડકદેવ અને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન મળી કુલ ચાર મોબાઇલ સ્નેચિંગના ગુનામાં સંડોવાયેલા છે.
આ બનાવની વિગત એવી છે કે, શહેરના એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સ સ્ક્વોડમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ ચિંતન પંડ્યા પોતાના બાઈક ઉપર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન માદલપુર ગામ ગરનાળા પાસે બાઈક ઉપર જઈ રહ્યા હતા ત્યારે બાઈક ઉપર બે શખસો શંકાસ્પદ લાગ્યા હતા. જેથી તેમને પીછો કર્યો હતો. બંને મોબાઈલ સ્નેચર હતા અને પોલીસ તેનો પીછો કરી રહ્યો હોવાની તેમને શંકા જતા બાઈક ભગાવી હતી. કોન્સ્ટેબલ ચિંતન પંડ્યા પણ તેમનો પીછો બાઇક પર કર્યો હતો. માદલપુરથી ચંદ્રનગર, મહાલક્ષ્મી પાંચ રસ્તા, પાંજરાપોળ થઈ સીજી રોડ સુધી લગભગ 15 KM સુધી પીછો કર્યો હતો.
બાઈક પર રહેલો એક આરોપી કૂદી ગયો બાદમાં પોલીસ કર્મી ચિંતન પડ્યાએ પણ પોતાનું બાઈક રોકી અને તેની પાછળ દોડી 200 મીટર દૂરથી પકડી લીધો હતો. જ્યારે મોબાઈલ ચોરી કરનાર મુખ્ય આરોપી સાહિલ શેખ બાઈક લઈને ફરાર થવામાં સફળ રહ્યો હતો. આરોપી પાસેથી અલગ અલગ ચોરીના 4 મોબાઈલ ફોન મળી આવ્યા હતા. આરોપીઓ સ્પોર્ટ્સ બાઈક પર મોબાઈલ સ્નેચિંગ કરતા હતા. આરોપીઓ ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે. પોલીસે 57 હજારના કિંમતના ચાર મોબાઈલ કબજે લઈ વધુ તપાસ શરૂ કરી છે.








