1. Home
  2. Tag "caught"

દિલ્હી એરપોર્ટ ઉપર ઈટલીથી આવતા બે પ્રવાસીઓ પાસેથી ઝડપાયું 8 કરોડનું સોનુ

નવી દિલ્હીઃ દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ (IGI) એરપોર્ટ પર કસ્ટમ વિભાગને મોટી સફળતા મળી છે. બે મુસાફરો પાસેથી 7.8 કરોડ રૂપિયાના સોનાના સિક્કા જપ્ત કરવામાં આવ્યા છે. જેનું વજન 10 કિલોથી વધુ હોવાનું કહેવાય છે. આરોપીઓ કાશ્મીરના રહેવાસી હોવાનું જાણવા મળે છે. કસ્ટમ્સ વિભાગે જણાવ્યું હતું કે નવી દિલ્હીના IGI એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગના એર ઇન્ટેલિજન્સ […]

સુરત જિલ્લાના જોળવા ગામેથી વધુ 14 લાખની કિંમતનું નકલી ગણાતું શંકાસ્પદ ઘી પકડાયું

શંકાસ્પદ ઘીના ગોદામમાં પોલીસે પાડ્યો દરોડો સુરતમાં અગાઉ શંકાસ્પદ ઘી પકડાયા બાદ તેનો રેલો જોળવા ગામ સુધી પહોંચ્યો નકલી ઘીના સેમ્પલ લઈને લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલાયા સુરતઃ ગુજરાતમાં નકલી ખાદ્ય ચિજ-વસ્તુઓનું વેચાણ કરીને લોકોના આરોગ્. સાછે ચેડા કરવામાં આવી રહ્યા છે. સુરત શહેરના મ્યુનિ. કોર્પોરેશન આરોગ્ય અને ફુડ વિભાગ દ્વારા વિવિધ વિસ્તારોમાં ચેકિંગ ઝૂંબેશ હાથ […]

સોફ્ટવેર એન્જિનિયરને ડિજીટલ એરેસ્ટ કરીને કરોડો રૂપિયા પૈસા પડાવવાના કેસમાં 3 ઝડપાયા

‘ડિજિટલ એરેસ્ટ’ના ગુના આચરતી ગેંગે એક સોફ્ટવેર એન્જિનિયર સાથે 11.8 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરી હતી. આ પ્રકરણમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા આરોપીઓમાં ધવલભાઈ શાહ (34), તરુણ નટાણી (24) અને કરણ શામદાસાની (28)નો સમાવેશ થાય છે. પોલીસે જણાવ્યું હતું કે આ આરોપીઓના અલગ અલગ બેંક ખાતામાંથી 3.7 કરોડ […]

ડિઝિટલ એરેસ્ટ કર્યોનો ડર બતાવીને રૂપિયા પડાવતી ગેન્ગને અમદાવાદ પોલીસે દબોચી

મુખ્ય આરોપી પ્રિન્સ ચાઈનિઝ ગેન્ગ સાથે સંકળાયેલો છે આરોપીઓએ બેન્ક એકાઉન્ટ ભાડે રાખ્યા હતા દેશભરમાં આરોપીઓ સામે 54 જેટલી ફરિયાદો થયેલી છે અમદાવાદઃ રાજ્યમાં ડિઝિટલ એરેસ્ટ કર્યોનો ડર બતાવીને મોબાઈલ પર ફોન કરીને ઓનલાઈન લોકોને ઠગવાના બનાવો વધી રહ્યા છે. આ સંદર્ભે લાકાને જાગૃત કરવા અખબારોમાં જાહેર-ખબરો પણ આપવામાં આવે છે. તેમજ સોશ્યલ મીડિયા દ્વારા […]

સુરતમાં નકલી લીપ બામના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા

સુરતઃ રાજ્યમાં શિયાળાની જોરદાર ઠંડી પડી રહી છે. ત્યારે ગુજરાતવાસીઓ પોતાની ત્વાચાની કાળજી માટે શિયાળામાં વિવિધ પ્રકારની વસ્તુઓના ઉપયોગ કરતા હોય છે. ત્યારે શિયાળામાં લોકો પોતાના હોઠની કાળજી માટે લીપ બામનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ સામાન્ય નાગરિકોની આ જરૂરિયાતોનો દુરઉપયોગ કરીને રાજ્યમાંથી નકલી લીપ બામ બનાવતા અધિકારીઓ અને કર્મચારીઓ ઝડપાયા છે. આ મકાનમાંથી રુ. […]

DRIએ અમદાવાદ એરપોર્ટ પર 15 કિલો ગાંજા સાથે આંતરરાષ્ટ્રીય ડ્રગ દાણચોરોને પકડ્યા

DRIએ અમદાવાદ એરપોર્ટ પર 15 કિલો ગાંજા (હાઈડ્રોપોનિક કેનાબીસ) સાથે આંતરરાષ્ટ્રીય ડ્રગ દાણચોરોને પકડ્યા હતા, જેની કિંમત ગેરકાયદેસર બજારમાં 15 કરોડ રૂપિયા છે. ડ્રગની દાણચોરી સામેની એક મહત્વની કામગીરીમાં, ખાસ બાતમી પર કામ કરતા, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI), અમદાવાદ પ્રાદેશિક એકમના અધિકારીઓએ બેંગકોકથી અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આવતા ભારતીય નાગરિકને અટકાવ્યો […]

મહારાષ્ટ્રમાં એનઆઈએ અને એટીએસના દરોડામાં 3 શકમંદો ઝડપાયાં

મુંબઈઃ રાષ્ટ્રીય તપાસ સંસ્થાએ મહારાષ્ટ્રના અલગ-અલગ સ્થળોએથી ત્રણ શકમંદોની અટકાયત કરી હતી. એનઆઇએ એ મહારાષ્ટ્ર એટીએસ સાથે મળીને અમરાવતી, ભિવંડી અને સંભાજીનગર વિસ્તારોમાં દરોડા પાડ્યા હતા અટકાયત કરાયેલા ત્રણેય પર પાકિસ્તાની આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના સંપર્કમાં હોવાનો આરોપ છે. એનઆઈએ અને મહારાષ્ટ્ર એટીએસ, આ ત્રણેયની સઘન પૂછપરછ કરી રહી છે. NIA દ્વારા પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદમાં […]

કચ્છમાં નકલી EDના દરોડાકાંડ બાદ નકલી રોયલ્ટી કૌભાંડ પણ પકડાયું

ખનીજ વિભાગની ફ્લાઈંગ સ્કવોર્ડનું ચેકિંગ, 5 શખસો સામે અંજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ, નકલી પાસ બનાવીને બ્લેક ટ્રેપનું વહન કરાતું હતું  ભૂજઃ  પૂર્વ કચ્છમાં નકલી ED બાદ વધુ એક નકલી કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. જિલ્લા ખનીજ વિભાગની ફ્લાઈંગ સ્કવોર્ડની ટીમે અંજારમાં નકલી રોયલ્ટી કૌભાંડ ઝડપી પાડ્યું છે. ખનીજ માફિયાઓ ગેરકાયદેસર ખનીજ પરિવહન કરવા માટે નવી મોડસ […]

અમદાવાદના નારણપુરામાં 25.68 લાખનો મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો પકડાયો

નારણપુરામાં હાઈરાઈઝ બિલ્ડિંગના 14માં માળે SOGએ પાડી રેડ, 6 આરોપીઓની ધરપકડ, 7 સામે ગુનો નોંધાયો, ડ્રગ્સનો જથ્થો પકડાતા આજુબાજુના રહિશો પણ ચોંકી ઊઠ્યા અમદાવાદ: શહેરના નારણપુરા વિસ્તારમાં જૈન દેરાસર નજીકના એક હાઈરાઈઝ બિલ્ડિંગના 14માં માળે મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો હોવાની બાતમીને આધારે એસઓજી પોલીસે દરોડો પાડીને 256 ગ્રામ 860 મિલિગ્રામ ડ્રગ્સનો 25.68 કિંમતનો જથ્થો પકડી પાડ્યો […]

ભારત-પાકિસ્તાન સરહદ પાસેથી 5 પાકિસ્તાની ડ્રોન અને 1 કિલો હેરોઈન ઝડપાયું

નવી દિલ્હીઃ BSFએ ભારત-પાકિસ્તાન સરહદ પર અમૃતસર અને તરનતારનમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું. 5 પાકિસ્તાની ડ્રોન અને 1 કિલો હેરોઈન જપ્ત કર્યું છે. BSFએ પંજાબ પોલીસ સાથે મળીને આ ઓપરેશન હાથ ધર્યું છે. આ દરમિયાન અનેક શંકાસ્પદોની પૂછપરછ કરવામાં આવી છે. બીએસએફના જણાવ્યા અનુસાર ધુમ્મસના કારણે સીમા પારથી દાણચોરી અને ડ્રોન ઘૂસણખોરીની ઘટનાઓ વધવાના કારણે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code